રવિ અગ્રવાલ/વડોદરા : કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી, ભાજપને 76માંથી 69 બેઠકો મળી. જ્યારે કોંગ્રેસને માત્ર 7 બેઠકો મળતાં પાલિકામાં વિપક્ષનું પદ્દ શાસકોએ નથી આપ્યું. જેથી કોંગ્રેસ વિપક્ષનું પદ મેળવવા હાઇકોર્ટમાં શરણે ગઈ છે. વડોદરા શહેરના નાગરીકોએ કોંગ્રેસને વિપક્ષનું પદ મળે એટલી પણ બેઠકો નથી આપી. જેના કારણે શાસકોએ પણ કોર્પોરેશનમાં કોંગ્રેસને વિપક્ષનું પદ નથી આપ્યું. જેથી કોંગ્રેસે પાલિકામાં વિપક્ષનું પદ મેળવવા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BHUJ: બારોઇ ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બનતા જ બન્યું તોફાની, વિપક્ષનો ભારે હોબાળો


પાલિકાના પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર મામલે માહિતી આપી હતી. કોંગ્રેસે કોર્ટમાં રજૂઆત કરી છે કે, રાજકોટમાં કોંગ્રેસને માત્ર 4 બેઠકો મળી તેમ છતાં વિપક્ષ નેતાનું પદ આપવામાં આવ્યું. તો વડોદરા પાલિકામાં કેમ વિપક્ષ નેતાનું પદ આપવામાં નથી આવ્યું. સાથે જ પૂર્વ વિપક્ષ નેતાએ શાસકો પર ગેરબંધારણીય  નિર્ણયો લેવાનો પણ આક્ષેપ કર્યો છે. તો હાલના પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવતે આક્ષેપ કર્યો છે કે, પાલિકામાં જી પી એમ સી એકટ મુજબ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સિવાય પાલિકામાં એક પણ પોસ્ટ કાયદેસર નથી. 


JUNAGADH: યુવતીએ કહ્યું ફટાફટ તારા કપડા ઉતાર આપણી પાસે સમય નથી અને...


જેથી શાસક પક્ષ નેતા અને દંડક ની તમામ સુવિધાઓ પણ પરત લેવાની માંગ કરી છે. તો શાસકો પર કોંગ્રેસના કોર્પોરેટરોનું અપમાન કરતાં હોવાનો આરોપ પણ લગાવ્યો. તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું કે, લોકશાહીમાં દરેકને કોર્ટમાં જવાનો અધિકાર છે. કોંગ્રેસને વિપક્ષ નેતાનું પદ આપવું કે નહિ તે નિર્ણય હજી પેન્ડિંગ છે, સાથે જ ચેરમેને કોંગ્રેસ પર મેયરના અપમાનનો આરોપ લગાવ્યો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube