રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરા (Vadodara) માં સરકારી અને ખાનગી હોસ્પિટલ (Hospital) માં ઓક્સિજન (Oxygen) ની જરૂરિયાત વાળા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ઓકિસજનની અછત ઊભી થઈ છે, ત્યારે ઓકિસજનની અછત દૂર કરવા ઓ એસ ડી વિનોદ રાવે વિવાદિત જાહેરનામું બહાર પાડ્યું છે. જેના કારણે અનેક દર્દીઓના જીવ સંકટમાં મુકાઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા (Vadodara) ના ખાસ ફરજ પરના અધિકારી ડો. વિનોદ રાવે ઓકિસજન (Oxygen) ને લઈ એક જાહેરનામું બહાર પાડ્યું છે જેના કારણે મોટો વિવાદ થયો છે. વિનોદ રાવે વડોદરાની હોસ્પિટલોને 4 ભાગમાં વહેંચી છે જેમાં સરકારી, ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ સી એમ હોસ્પિટલોના 4 ભાગ કર્યા છે. 


સરકારી, ગ્રુપ એ ની 25 અને ગ્રુપ બી ની 50 હોસ્પિટલોમાં ઓકિસજન (Oxygen) નો જથ્થો આપવામાં આવશે. પરંતુ ગ્રુપ સી ની 164 હોસ્પિટલોને ઓકિસજન (Oxygen) નો જથ્થો આપવાની ના પાડી દેવાઈ છે. એટલું જ નહિ હોમ આઇસોલેટ દર્દીઓને પણ હવે ઓકિસજન (Oxygen) નહિ મળે, સાથે જ કોઈ સંસ્થા ઘરે ઓક્સિજન બોટલની સેવા પણ નહિ આપી શકે. જેને લઈ લોકોની મુશ્કેલીમાં અનેક ઘણો વધારો થવાનો છે.

જો તમે એમ માનતા હોય કે તમને કોરોના નહીં થાય, તો એ વહેમ કાઢી નાખજો...!!!


ખાસ ફરજ પરના અધિકારી વિનોદ રાવે પોતાના જાહેરનામા માં સ્પષ્ટ કહ્યું છે કે ગ્રુપ સી ની શહેર જિલ્લાની 164 હોસ્પિટલો ઓકિસજન વાળા દર્દીઓને દાખલ નહિ કરી શકે. જેના કારણે પાદરા, શિનોર, ડેસર, સાવલી, કરજણ, ડભોઈ તાલુકાના લોકોની હાલત વધુ કફોડી બનશે.


મહત્વની વાત છે કે વિવાદિત જાહેરનામાથી કલેકટરે ગ્રામ્ય વિસ્તારમાં તાબડતોડ લોકોના સહયોગથી શરૂ કરાયેલ હોસ્પિટલ અને કૉવીડ કેર સેન્ટર બંધ થઈ જશે. જેથી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ ક્યાં દાખલ થશે તે એક સવાલ ઊભો થયો છે. આ ઉપરાંત હવે કોરોના દર્દીઓને સરકારી અને મોટી ખાનગી હોસ્પિટલ પર જ નિર્ભર રાખવો પડશે જેના કારણે લોકોના ખર્ચમાં પણ વધારો થશે.

Gujarat થી મહારાષ્ટ્ર માટે ત્રણ ઓક્સિજન ટેંકરોને રો-રો સર્વિસ દ્વારા મોકલવાયા


ઓક્સિજન (Oxygen) ની અછતને પહોચી વળવા વિનોદ રાવે ઓકિસજનના જ અંદાજિત 1600 જેટલા બેડ ઘટાડી દીધા છે. સાથે જ જે હોસ્પિટલમાં ઓકિસજન આપવામાં આવશે તેમના માટે કેટલાક નિયમો બનાવ્યા છે. જેમાં 12 સરકારી હોસ્પિટલને 10 થી 15 ટકા ઓક્સિજન વપરાશ ઘટાડવા, ગ્રૂપ એની 25 હોસ્પિટલને 10 ટકા સુધી અને ગ્રૂપ બીની 50 હોસ્પિટલને 10 ટકા સુધીનો ઓક્સિજન ઘટાડવા આદેશ કર્યો છે. 


જેનાથી ઓકિસજન (Oxygen) ની જરૂરિયાતને પહોચી વળાય. હાલમાં વડોદરા (Vadodara) માં તંત્ર દ્વારા કુલ 13520 બેડની સુવિધા છે, જેમાં 10057 દર્દીઓ દાખલ છે જ્યારે 3463 બેડ ખાલી છે. ઓક્સિજન બેડની સંખ્યા 5805 છે જેમાં 4685 દર્દીઓ દાખલ છે જ્યારે 1120 બેડ ખાલી હજી પણ ખાલી છે.

Virender Sehwag એ ટ્વીટ કરી સુરત સિવિલના કર્યા વખાણ, જાણો કેમ


મહત્વની વાત છે કે ખાસ ફરજ પરના અધિકારી ડો વિનોદ રાવના વિવાદિત પરિપત્રથી જિલ્લાના ભાજપના કેટલાક ધારાસભ્યો નારાજ થયા છે. જેઓ મુખ્યમંત્રીને પત્ર લખી પોતાની નારાજગી જાહેર કરશે અને ગ્રામ્ય વિસ્તારોમાં ઓકિસજનનો જથ્થો હોસ્પિટલના આપવામાં આવે તેવી માંગ કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube