હાર્દિક દિક્ષીત/વડોદરા :વડોદરામાં પણ દર્દીઓની લાચારીના દ્રશ્યો ઠેરઠેર જોવા મળે છે. દર્દીઓના સ્વજનો હોસ્પિટલની બહાર પોક મૂકીને રડતા જોવા મળે છે, પરંતું તેમ છતાં તંત્ર મૂકપ્રેક્ષક બનીને આ દ્રશ્યો જોતું રહે છે. ત્યારે આજે વડોદરામાં એક લાચાર દીકરી પોતાના પિતાને સારવાર અપાવવા માટે મહિલા સાંસદ સામે રડી પડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સયાજી હોસ્પિટલમાં દર્દીના સ્વજનોએ હોબાળો મચાવ્યો હતો. પિતાને સારવાર ન મળતા લાચાર દીકરી સાંસદ રંજન બેન સામે પોક મૂકીને રડી પડી હતી. બીમાર પિતાની પુત્રીએ સાંસદ રંજન ભટ્ટને કહ્યું હતું કે, મારા પિતા જ જીવતા નહિ રહે તો હું જીવીને શુ કરીશ. દર્દી કયા વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે તેનાથી પરિજનો અજાણ દર્દીને શોધવા સ્વજનો એસએસજી હોસ્પિટલમાં આમતેમ ભટકી રહ્યા છે. દર્દીની બાજુમાં કલાકો સુધી મૃતદેહ મૂકી રખાયો હોવાનો આક્ષેપ પણ પરિવારજનોએ કર્યો.



દીકરી નિકીતા પટેલે સાંસદ રંજન બેનને કહ્યું કે ,અમે માંજલપુરમાં રહીએ છીએ. મારા પિતા હર્ષદભાઈ પટેલ થોડા દિવસો પહેલા કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમની સારવાર ચાલી રહી હતી. ખાનગી હોસ્પિટલમાં અમે બહુ જ તપાસ કરી હતી, પણ બેડ મળ્યા ન હતા. પણ છેલ્લાં 108 ની મદદે અમે અહી આવ્યા હતા. એસએસજીમાં 22 તારીખથી મારા પિતા એડમિટ કર્યાં છે. અત્યાર સુધી સતત તેમનું ઓક્સિજન ડાઉન બતાવે છે. એમને જુદા વોર્ડમાં મૂકી દે છે તો જણાવતા નથી. અમે ક્યારના ફાંફા મારીએ છીએ કે તે ક્યાં દાખલ છે તે કહેતા નથી.