Vadodara: કોરોના રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ, લોકોએ કહ્યું- PM મોદીએ રસી લેતા લોકોમાં વિશ્વાસ વધશે
આજથી કોરોના રસીકરણ (Corona Vaccination) નો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે. જે હેઠળ 60 વર્ષથી ઉપરના અને 45 થી 60 વચ્ચેના કોમોર્બિડિટી ધરાવતા દર્દીઓને રસી અપાઈ રહી છે. શહેરના 20 અર્બન હેલ્થ સેન્ટર અને 6 ખાનગી હોસ્પિટલોમાં પણ રસી અપાઈ રહી છે.
રવિ અગ્રવાલ, વડોદરા: આજથી કોરોના રસીકરણ (Corona Vaccination) નો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે. જે હેઠળ 60 વર્ષથી ઉપરના અને 45 થી 60 વચ્ચેના કોમોર્બિડિટી ધરાવતા દર્દીઓને રસી અપાઈ રહી છે. શહેરના 20 અર્બન હેલ્થ સેન્ટર અને 6 ખાનગી હોસ્પિટલોમાં પણ રસી અપાઈ રહી છે.
પીએમ મોદીએ લીધો કોરોના રસીનો પ્રથમ ડોઝ
કોરોના (Corona Virus) રસીકરણનો ત્રીજો તબક્કો આજથી શરૂ થઈ ગયો છે. આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પણ દિલ્હી એમ્સ ખાતે કોરોના રસીનો પહેલો ડોઝ લીધો. પીએમ મોદી સવાર સવારમાં દિલ્હી એમ્સ પહોંચ્યા અને કોરોનાની રસી મૂકાવી. આ સાથે જ તેમણે લોકોને રસી લેવાની અપીલ પણ કરી.
સીએમ રૂપાણીના પત્નીએ લીધી કોરોના રસી
મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) ના પત્ની અંજલીબેન રૂપાણી (Anjali Rupani) એ પણ આજે સવારમાં ગાંધીનગરના ભાટ ખાતે આવેલી એપોલો હોસ્પિટલ ખાતે કોરોના રસી લીધી.
Railway Update: અનલોક બાદ આજથી મેમુ ટ્રેનની શરૂઆત, જાણો લેટેસ્ટ માહિતી
રસી લેનાર લોકોનું નિવેદન
પીએમ મોદી (PM Modi) એ આજે કોરોનાની રસી લેતા લોકોમાં પણ રસી પ્રત્યે ઉત્સાહ વધ્યો છે. કોરોનાની રસી લેનારા લોકોનું કહેવું છે કે કોરોના રસી એકદમ સુરક્ષિત છે. પ્રધાનમંત્રીએ રસી લેતા હવે લોકોમાં તેના પ્રત્યે વિશ્વાસ વધશે. રસી લેનાર એક વ્યક્તિએ જણાવ્યું કે કોરોના રસીને લઈને લોકોમાં જે ભ્રમ છે તે દૂર થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube