ઓહ બાપ રે! ગુજરાતની આ પાલિકામાં 40 ઈ-રીક્ષાઓ ભંગારમાં ફેરવાઈ, પ્રજાના પૈસાનો સરેઆમ વેડફાટ
વડોદરા કોર્પોરેશને તાજેતરમાં પર્યાવરણ અને ઇંધણ બચાવવાના હેતુથી ડોર ટુ ડોર કચરા માટે 19 વોર્ડ માટે 38 ઈ-વ્હિકલ અને 10 ઈ-કાર ખરીદવાનો નિર્ણય કર્યો છે...જેને લઈ વિવાદ થયો છે...કોર્પોરેશન કરોડોના ખર્ચે ઈ વાહન ખરીદશે.
રવિ અગ્રવાલ/વડોદરા: કોર્પોરેશન પર્યાવરણ અને ઇંધણ બચાવવાના નામે પ્રજાના પૈસાનો વેડફાટ કરી રહ્યા છે. કોર્પોરેશને 5 વર્ષ પહેલાં શહેરમાં મિશન સ્વરછતા હેઠળ 40 ઈ-રીક્ષાઓ ખરીદી હતી. જે હાલમાં ભંગારમાં ફેરવાતા સ્ક્રેપમાં ધકેલી દેવાઈ છે. હવે પાલિકાએ નવેસરથી ઈ વ્હિકલ અને ઈ કાર ખરીદવાનો નિર્ણય કરતાં વિવાદ થયો છે.
રાજકોટમાં અઢી મહિનામાં H3N2 ના 25 કેસ!, પણ RMC ના ચોપડે ‘મીંડું’
વડોદરા કોર્પોરેશને તાજેતરમાં પર્યાવરણ અને ઇંધણ બચાવવાના હેતુથી ડોર ટુ ડોર કચરા માટે 19 વોર્ડ માટે 38 ઈ-વ્હિકલ અને 10 ઈ-કાર ખરીદવાનો નિર્ણય કર્યો છે...જેને લઈ વિવાદ થયો છે...કોર્પોરેશન કરોડોના ખર્ચે ઈ વાહન ખરીદશે. પણ અગાઉ જે ઈ-રીક્ષા 60 લાખ રૂપિયાના ખર્ચે ખરીદી હતી તે સ્ક્રેપમાં ધકેલી દેવાઈ છે.
ગુજરાતી વિદ્યાર્થીઓએ ખાઈ શકાય એવું પ્લાસ્ટિક બનાવ્યું, માનવામાં ન આવતું હોય તો વાંચો
કોર્પોરેશને 2017માં મિશન સ્વચ્છ વડોદરા માટે 40 ઈ-રીક્ષા ખરીદી હતી, જે થોડાક સમય માટે ચલાવવામાં આવી બાદમાં કોર્પોરેશનના સેન્ટ્રલ સ્ટોરમાં ભંગારમાં ફેરવી દેવાઈ છે. હવે પાલિકા 5 વર્ષ પહેલાં ખરીદેલી ઈ-રીક્ષા મેન્ટેનન્સના બહાના હેઠળ સ્ક્રેપમાં ધકેલી દેશે.
ચા સાથે ભૂલેચૂકે આ 6 વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ, સ્વાસ્થ્ય માટે ઝેર જેવી
એક ઈ રીક્ષા માંડ 3500 થી 5000 કિલોમીટર ફરી છે છતાં કોર્પોરેશને તેને ભંગારમાં ફેરવી નાખી. જેને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહે છે શુભ આશયથી અને આજની જરૂરિયાત મુજબ ઈ વ્હીકલ ખરીદવાનો નિર્ણય લીધો છે.
અમદાવાદ, સુરત, વડોદરા નહીં આ શહેરની હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો, રહેજો સાવધાન.
કોર્પોરેશને ઈ વ્હિકલ ખરીદવાનો નિર્ણય ભલે કર્યો પણ ઈ વ્હિકલ ચાર્જ કરવા માટે પાલિકા પાસે ચાર્જિંગ સ્ટેશનની સુવિધા જ નથી. તો ઈ વ્હિકલ ક્યાં ચાર્જ કરાશે તે સૌથી મોટો સવાલ છે. પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસ કોર્પોરેટર કહે છે કે ઈ-વ્હિકલ ખરીદવાના નામે ભ્રષ્ટાચારનો આશય છે. વાહનો પાછળ ખરીદી કરવાના બદલે સફાઈ કર્મીઓની ભરતી કરાય અને પૂરતો પગાર ચૂકવાય તો પણ શહેર સ્વચ્છ બની જશે તેવું વિપક્ષનું માનવું છે.
વાહ દીકરી વાહ : તૃષાએ બનાસકાંઠાનું નામ ગુંજતું કર્યું, કેન્સર પીડિતો માટે વાળ આપ્યા
મહત્વની વાત છે કે કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓના અણધડ વહીવટના કારણે અવાર નવાર પ્રજાના પૈસાનો ધુમાડો થઈ રહ્યો છે. તેમ છતાં અધિકારીઓ અને શાસકો સુધારવાનું નામ લઈ રહ્યા નથી.
વાહ દીકરી વાહ : તૃષાએ બનાસકાંઠાનું નામ ગુંજતું કર્યું, કેન્સર પીડિતો માટે વાળ આપ્યા