રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરામાં મહાનગરપાલિકાએ પ્રથમ વખત પોતાની માલિકીની હોસ્પિટલ તૈયાર કરી છે. શહેરના ત્રણ અલગ અલગ વિસ્તારમાં 50-50 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ છે. પાલિકાએ છાણી, માંજલપુર, અટલાદરા વિસ્તારમાં 15 કરોડના ખર્ચે હોસ્પિટલ તૈયાર કરી છે. ત્યારે હવે આ હોસ્પિટલના વહીવટને ખાનગી એજન્સીને સોંપવા માટે વિચારણા ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચતા દર્દીઓને ચાર્જ ચૂકવવાનો રહેશે. આ હોસ્પિટલમાં ઓક્સિજન, એક્સ રે, સોનોગ્રાફી સહિતની સુવિધા આપવામાં આવે છે. પાલિકાએ તૈયાર કરેલી હોસ્પિટલમાં લોકો પાસેથી ચાર્જ વસૂલ કરવામાં આવે તો અનેક સવાલ પણ થઈ રહ્યા છે.


અમદાવાદ રિવરફ્રન્ટ પ્રોજેક્ટને વિશ્વ સ્તરે ચમકાવશે, જાણી લો હવે કંઈ નવી યોજનાઓ પર મૂકાશે ભાર?


જાણો કોર્પોરેશનની હોસ્પિટલમાં કેવી રહેશે સુવિદ્યા?
આ વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરા કોર્પોરેશને પ્રથમ વખત પોતાની માલિકીની હોસ્પિટલ તૈયાર કરતા ચારેબાજુ ચર્ચાઓ ચાલી રહી છે અને લોકોના મનમાં અનેક વેધક સવાલો ઉભા થઈ રહ્યા છે. શહેરના છાણી, માંજલપુર અને અટલાદરા વિસ્તારમાં 50-50 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ છે. ત્રણેય જગ્યાએ 15 કરોડના ખર્ચે અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તૈયાર કર્યા છે. જેમાં નાગરિકો હોસ્પિટલમાં દાખલ થઈ શકશે, ઓક્સિજનની સુવિધા પણ ઊભી કરાઈ છે. આ સિવાય નાગરિકો હોસ્પિટલમાં એક્સ રે, સોનોગ્રાફી, બ્લડ રિપોર્ટ પણ કઢાવી શકશે. કોર્પોરેશન ખાનગી એજન્સીને હોસ્પિટલનો વહીવટ સોંપવાનો વિચાર કરી રહી છે. પરંતુ હા ગરીબ નાગરિકોને આ હોસ્પિટલમાં મફતમાં સુવિધા નહિ મળે. લોકોને કોર્પોરેશનના હોસ્પિટલમાં નાણાં ચૂકવવાનો વારો આવી શકે છે.


સાઈકલ કે બેટરીથી ચાલતા વાહનો ખરીદવા હવે સરળ નહીં રહે, મોબાઈલનું સીમ નહીં મળે, જાણો પોલીસ કમિશનરનું જાહેરનામું


નોંધનીય છે કે, વડોદરા કોર્પોરેશને પ્રથમ વખત પોતાની માલિકીની હોસ્પિટલ તૈયાર કરાતા ચર્ચાનો વિષય બની છે. લોકોના મનમાં વડોદરા પાલિકાની હોસ્પિટલનો વહીવટ ખાનગી હોસ્પિટલને કેમ? પાલિકાની હોસ્પિટલમાં દર્દીને ફ્રીમાં સારવાર કેમ નહી? અદ્યતન સુવિધા હોવા છતા એજન્સીને કેમ અપાશે વહીવટ? લોકોને સુવિધા મળે તે માટે પાલિકા વહીવટ કરી શકતી નથી? લોકોને ફ્રીમાં સારવાર માટે તે હેતુથી કેમ કામગીરી નહી? જેવા અનેક સવાલો ઉભા થયા છે. હવે આ તમામ સવાલોનો જવાબ પાલિકા કેવી રીતે આપે છે તે તો આવનારો સમય દેખાડશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube