હાર્દિક દીક્ષિત/વડોદરા : સ્માર્ટ સીટી વડોદરામાં વિકાસના અનેક કામો થઈ રહયા છે, ત્યારે વડોદરા કોર્પોરેશને કાશીવિશ્વનાથ મંદિરની દીવાલ બનાવવા પાછળ 49 લાખનો ખર્ચ કરતા વિવાદ સર્જાયો છે. આ નિર્માણ પાછળ મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. વડોદરા શહેરમાં આવેલ નવનાથ પૈકીનાં કાશીવિશ્વનાથ મંદિરની પાલિકાની બેદરકારીના કારણે અવદશા થઈ છે. શહેરનાં જેતલપુર રોડ પર આવેલ ગાયકવાડી સમયનાં આ મંદિરનાં નવનિર્માણ માટે વડોદરા કોર્પોરેશને તેનાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ 49 લાખ રૂપિયા ફાળવ્યા હતા. જો કે કામગીરીનાં નામે ફક્ત દિવાલ ઉભી કરી છેલ્લાં 2 વર્ષથી મંદિરનાં નવનિર્માણનું કામ પડતું મુકી દીધું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવકની ઉંમર નાની હોવાથી યુવતી સાથે કર્યો મૈત્રી કરાર, જો કે અચાનક...


વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવનું કહેવું છે કે, મંદિરના નામે સત્તામાં બેઠેલા લોકોએ કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવી આપવા આ મંદિરનો સ્માર્ટ સીટી પ્રોજેકટમાં સમાવેશ કર્યો છે. મંદિર નિર્માણના બહાને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટરે સમય મર્યાદામાં કામ પૂરુંન કર્યું હોવાથી તેના પર શિક્ષાત્મક પગલાં ભરવા માંગ પણ વિપક્ષ દ્વારા કરવામાં આવી છે. એક દીવાલ બનાવવા પાછળ દસ મકાન બનાવી શકાય તેટલો ખર્ચ કર્યાની વાત ગળે ઉતરે તેમ નથી. મંદિરના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાતથી નાગરિકોની લાગણી દુભાય છે. આ ભ્રષ્ટતંત્રએ લોકો તો ઠીક પણ ભગવાનને નથી છોડયાં. દુઃખની વાત છે તેમ આઘ્યાત્મિત ગુરુ જ્યોતિરનાથ મહારાજ એ જણાવ્યું હતું.


પાટીદાર આંદોલન મુદ્દે DGP શિવાનંદ ઝા અને એસપીજી IG રાજીવ રંજન ભગતને રાહત


આ અંગે વડોદરાના મેયર જીગીષાબેન શેઠ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ઉલ્લેખનીય જે કાંઈ કામ હતું એ પૂરું કરી દેવામાં આવ્યું છે. બાકી રહેલું પેવર બ્લોકનું કામ ટુંક સમયમાં પૂરું કરી દેવામાં આવશે. 49લાખનો ખર્ચે બનાવેલી દીવાલ અંગે પૂછતાં તેમને કહ્યું હતું કે, મંદિરને શુસોભિત કરે તેવા અલગ પ્રકારના મટીરીયલનો ઉપયોગ કર્યો હોવાથી આટલો ખર્ચ થયો છે. નવનાથ મહાદેવ મંદિર પૈકીના આ મંદિરના રીનોવેશનના નામે અડધો કરોડ રૂપિયાનો ખર્ચ કરી નાખવામાં આવ્યો છે. ત્યારે જો આગામી સમયમાં જરૂર પડે તો આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે. ત્યારે વડોદરા મહાનગર પાલિકા વિરૂદ્ધ વધુ એક ભ્રષ્ટ્રાચાર માટે આંદોલન થાય તો નવાઈ નહિ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube