રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરામાં કોર્પોરેશને તળાવોના બ્યુટીફિકેશન પાછળ 76 કરોડનો ખર્ચ કર્યો, તેમ છતાં આજે તળાવોની હાલત બદ્દતર છે. તળાવોમાં ચારેય તરફ ગંદકી છે, ડ્રેનેજ અને ગટરના પાણી પણ તળાવોમાં જ છોડાઈ રહ્યા છે, ત્યારે કરોડોનો ખર્ચ પાણીમાં ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા કોર્પોરેશને ગોત્રી, સિદ્ધનાથ, છાણી, સુરસાગર, લક્ષ્મીપુરા, કમલાનગર, દંતેશ્વર, સમા, કોતર તલાવડી અને માંજલપુર તળાવો પાછળ કરોડોનો ખર્ચ 7 વર્ષ પહેલાં કર્યો હતો. જેમાં પાલિકાએ તળાવોની સ્વચ્છતા અને સુંદરતા વધે તેને ધ્યાનમાં રાખી તળાવોમાં ડ્રેનેજનું પાણી આવતા અટકાવ્યું હતું. ત્યારબાદ તળાવની ફરતે માટીના પાળાને સિમેન્ટ કોન્ક્રીટના કર્યા, પણ તળાવોમાં કરવામાં આવેલી તમામ કામગીરી આજે પાણીમાં ગઈ છે. કેમ કે તળાવોમાં ડ્રેનેજ અને ગટરના ગંદા પાણી છોડવામાં આવી રહ્યા છે. 


તળાવોમાં ચારેય તરફ ગંદકી છે, વેલ અને ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યાં છે. તળાવો મચ્છરનું ઉપદ્રવ સ્થાન બન્યા છે. તેમ છતાં પાલિકા તળાવોની સમયસર અને યોગ્ય સફાઈ કરાવતું નથી. જેને લઈ લોકો કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. તો કોંગ્રેસ શાસકો પર તળાવના બ્યુટીફિકેશનના નામે કરોડોનો ખર્ચ કરી ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કરી રહી છે.


આ પણ વાંચોઃ જન્માષ્ટમીની ઉજવણી કરવા દ્વારકામાં ભક્તો ઉમટ્યા, કોરોનાને ધ્યાનમાં રાખી કરવામાં આવી ખાસ વ્યવસ્થા


ક્યાં તળાવ પાછળ પાલિકાએ કેટલો ખર્ચ કર્યો તેની વાત કરીએ તો...
ગોત્રી તળાવ - 7 કરોડ
સિદ્ધનાથ તળાવ - 6 કરોડ
છાણી તળાવ - 12 કરોડ
સુરસાગર તળાવ- 35 કરોડ
લક્ષ્મીપુરા તળાવ - 45 લાખ 
કમલાનગર તળાવ- 8 કરોડ 
દંતેશ્વર તળાવ- 1.50 કરોડ
સમા તળાવ - 7 કરોડ 
કોતર તલાવડી તળાવ - 30 લાખ 
માંજલપુર તળાવ - 35 લાખ 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube