વડોદરા: વડોદરામાં રખડતા ઢોરનો આતંક એવો છે કે તેનાથી લોકોનો જીવ પણ જઇ રહ્યા છે. આવી જ એક ઘટના તાજેતરમાં અહીં ઘટી છે. આ ઘટનાને લઇને લોકોમાં તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. વડોદરામાં રખડતા ઢોરનો એટલી હદે ત્રાસ છે કે તાજેતરમાં ઘટેલી ઘટના બાદ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. હવે લોકોમાં રોષ ફાટી નીકળતા રખડતા ઢોરોને કાબૂમા રાખવા વડોદરા કોર્પોરેશન ટેક્નોલોજીના સહારે વળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રખડતા ઢોરોને કાબુમાં રાખવા વડોદરા કોર્પોરેશન સોફ્ટવેરનું શરણ લીધું છે. જેમાં એક ક્લિકથી પશુ માલિકોની માહિતી મળે તેવું સોફ્ટવેર વિક્સાવાયું છે. હવેથી પોલીસને પણ પશુ માલિકોની માહિતી મેળવવા પાલિકા પર નિર્ભર રહેવું નહીં પડે. પોલીસ સીસીટીવી અથવા સ્થળ પર પહોંચી ટેગથી પશુ માલિકની માહિતી મેળવી શકશે.


વડોદરા કોર્પોરેશન કેટલ ઇન્ફોર્મેશન સિસ્ટમ (SYS) સોફ્ટવેર તૈયાર કરવાની કામગીરી શરૂ કરી છે. સોફ્ટવેર તૈયાર થાય તો વડોદરા કોર્પોરેશન દેશમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં પ્રથમ હશે. સોફ્ટવેરના ઉપયોગથી પોલીસ માત્ર એક ક્લિકમાં ઢોરના માલિકની માહિતી મેળવી શકશે. 


ઉલ્લેખનીય છે કે, વડોદરા કોર્પોરેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં 10921 રખડતા પશુઓને પકડી 72 લાખ ઉપરાંતનો દંડ વસૂલ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube