જયંતી સોલંકી/વડોદરા: ફરી એકવાર વડોદરા કોર્પોરેશનની લાલિયાવાડી સામે આવી છે. ઉનાળો શરૂ થયા બાદ પણ લાલબાગ સ્વિમિંગ પુલમાં લીલની જાજમ જામેલી છે. વાર્ષિક 4500ની ફી લઈને પણ સારી સુવિધા ન આપી શક્તા VMC સામે તરવૈયાઓનો રોષ જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભવિષ્યવાણી!!! આ વર્ષે PM મોદીના મિત્રની થઇ શકે છે હત્યા? દુનિયામાં આર્થિક સંકટ!


છેલ્લા ચાર પાંચ વર્ષથી બંધ સરદાર બાગ સ્વિમિંગ પૂલ ટૂંક સમયમાં ચાલુ કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે શહેરના લાલબાગ વિસ્તારમાં આવેલ લાલબાગ સ્વિમિંગ પૂલમાં લીલની ચાદર છવાતા તરવૈયાઓ આજીવન સભ્યને ભરેલ ફ્રી માથે પડી હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકનો સરદાર બાગ સ્વિમિંગપુલ છેલ્લા ચાર પાંચ વર્ષથી બંધ હાલતમાં હતું અને તેનું મોટાભાગનું રીપેરીંગનું કામ પૂર્ણ થયું હોવાથી હવે આ સ્વિમિંગ પૂલ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે તેમ પાલિકાના અધિકારીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. 


ખર્ચ 1500 કરોડ, એફિલ ટાવર કરતાં 35 મીટર ઉંચો; દુનિયાનો સૌથી ઉંચો રેલવે પુલ


બીજી બાજુ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ પણ હાલ બંધ હાલતમાં છે. હજુ થોડા સમય પહેલાં મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થઈ છે. પરંતુ હજુ સુધી તે ચાલુ કરવામાં આવ્યો નથી. લાલબાગ સ્વીમીંગ પુલમાં આમ તો નાલંદા ટાંકીથી પાણી મળે છે. વર્ષોથી પૂર્વ વિસ્તારમાં પાણીની શુદ્ધ પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. 


વર્ષમાં 436 રૂ. આપીને તમારા પરિવારને મળશે 2 લાખ રૂપિયા, તમારે માટે જરૂરી છે આ યોજના


ઉનાળાના ગરમીના અને વેકેશનના દિવસો છે. આ સમય દરમિયાન સ્વિમિંગ પૂલ ચાલુ થઈ જાય તો બાળકો, યુવાનો સ્વિમિંગનો વિશેષ લાભ લઈ શકે અને શીખી પણ શકે છે ત્યારે સ્વીમીંગ પુલ બંધ હોવાના કારણે આજીવન ફિશ ભરેલા તરવૈયાઓની ફેસ પણ પૈસા ડૂબ્યા હોય તેવું લાગ્યું છે. હરણી બોટ કાંડ પછી બધાને સ્વિમિં શીખવામાં રસ પડ્યો છે. ત્યારે કોર્પોરેશન દ્વારા શહેરના તમામ સ્વિમિંગ પૂલ ચાલુ કરી દેવા જોઈએ, જેથી લોકો શીખી પણ શકે. અગાઉ બેબી સ્વિમિંગ પૂલ ચાલુ કરવાની વાત હતી, પરંતુ તેમાં કોઈ પ્રગતિ થઈ હોય તેમ લાગતું નથી. 


ગાજરની મદદથી વાળ થશે લાંબા અને મજબૂત, સલૂનમાં ટ્રીટમેન્ટ કરાવ્યા જેવી થશે અસર


હાલ લાલબાગ સ્વિમિંગ પૂલ ચાલે છે. જ્યારે કારેલીબાગ સ્વિમિંગ પૂલ ચાલુ બંધ રહે છે. તે પણ વ્યવસ્થિત ચાલુ રાખવો જોઈએ એવી માંગણી તેમણે કરી છે. ગયા ફેબ્રુઆરીમાં ડેપ્યુટી મેયર અને વિભાગના અધિકારીઓએ સરદાર બાગ સ્વિમિંગ પૂલની મુલાકાત લઈ ચાલતી રીપેરીંગ કામગીરીનું અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને જણાવ્યું હતું કે ઉનાળાના પ્રારંભ પહેલા સરદારબાગ સ્વિમિંગ પૂલ ચાલુ કરી દેવાશે. હવે કામગીરી પૂર્ણ થઈ હોવાથી આજે તેઓ શું સ્થિતિ છે તેનું નિરીક્ષણ કરવા જવાના હોવાનું જાણવા મળ્યું છે. સ્વિમિંગ પૂલમાં નવી ટાઇલ્સ ફીટ કરવી આરસીસી કામગીરી, ફિલ્ટરેશન વગેરે પ્રકારની કામગીરી કરવામાં આવી છે. 


Dark Circles: કાકડી ગણતરીના દિવસોમાં દુર કરશે ડાર્ક સર્કલ્સ, 3 રીતે ઉપયોગ કરી શકો છો


મહત્વની વાત છે કે આ વર્ષના બજેટમાં મહાનગરપાલિકા દ્વારા નવા સ્વિમિંગ પુલ બનાવવાની વાત કરવામાં આવી છે ત્યારે સામાન્ય જનતા દ્વારા એ જ માંગ કરવામાં આવી છે કે જુના સ્વિમિંગ પૂલ જાળવણી કરવામાં આવતી નથી ત્યારે નવાપુર ક્યારે બનાવવામાં આવશે.