વડોદરાના ક્રિકેટર કૃણાલ પંડ્યાનું ટ્વિટર એકાઉન્ટ હેક, હેકર્સે લખ્યું; `બિટકોઇનના બદલામાં એકાઉન્ટ વેચવાનું છે`
હેકરે એકાઉન્ટ પર બિટકોઇન આપી આ એકાઉન્ટ વેચાવાનું છે તેવો મેસેજ પોસ્ટ કર્યો હતો. આ ઘટનાને કારણે કોમેન્ટ બોક્સમાં કેટલાક યુઝર્સ હળવી કોમેન્ટ પણ કરતા જોવા મળી રહ્યા હતા.
રવિ અગ્રવાલ/વડોદરા: મૂળ વડોદરાના ટીમ ઈન્ડિયાના ક્રિકેટર કૃણાલ પંડ્યાનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. આજે સવારે કૃણાલ પંડ્યાનું ટ્વિટર એકાઉન્ટ હેક થતા ફેન્સ આશ્ચર્યમાં મુકાયા હતા. હેકરે પોતાનું આઈડી જાહેર કરીને આ વાતની જવાબદારી સ્વીકારી લીધી છે.
હેકરે એકાઉન્ટ પર બિટકોઇન આપી આ એકાઉન્ટ વેચાવાનું છે તેવો મેસેજ પોસ્ટ કર્યો હતો. આ ઘટનાને કારણે કોમેન્ટ બોક્સમાં કેટલાક યુઝર્સ હળવી કોમેન્ટ પણ કરતા જોવા મળી રહ્યા હતા. જો કે બાદમાં આ એકાઉન્ટ પરથી આવી પોસ્ટ હટી ગઇ હતી.
નરેશ પટેલ અને AAP નેતા યુવરાજ સિંહ વચ્ચે બેઠકથી સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ
આ વિશે મળતી માહિતી પ્રમાણે વડોદરાના પંડ્યા બ્રધર્સમાંથી કૃણાલ પંડ્યાનું ઓફિયલ ટ્વિટર એકાઉન્ટ આજે સવારે 7:30 વાગ્યે હેક થઇ ગયું હતું. સાઈબર હુમલો કરનાર હેકરે એકાઉન્ટ પર પોસ્ટ મુકી હતી કે બિટકોઇનના બદલે આ એકાઉન્ટ વેચાવાનું છે. આ પોસ્ટ વાંચીને ફ્રેન્સ આશ્ચર્યમાં મૂકાયા હતા. હેકર્સે અન્ય પોસ્ટ પણ મૂકી હતી. આ ઘટનાને કારણે કોમેન્ટ બોક્સ યુઝર્સની હળવી કોમેન્ટોથી ભરાયું હતું. જો કે પછીથી કૃણાલના એકાઉન્ટ પરથી આવી પોસ્ટ હટી ગઇ હતી. પરંતુ હજુ સુધી કૃણાલે સોશિયલ મીડિયામાં કોઇ ખુલાસો કર્યો નથી.
શું નરેશ પટેલ, શંકરસિંહ અને અલ્પેશ કથીરિયા કોંગ્રેસમાં જોડાશે? જાણો રઘુ શર્માનું નિવેદન
અત્રે ઉલ્લેખનીય છે કે, કૃણાલ પંડ્યા IPLમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતો હતો. બીજી તરફ કૃણાલને મુંબઇની ટીમે રિટેન્શન યાદીમાં સામેલ કર્યો નથી, તેથી તેને પણ ઓક્શનમાં મુકવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube