ગુજરાતમાં આવ્યું બિહારરાજ : વડોદરામાં યુવકને પ્રેમ કરવાની તાલિબાની સજા આપીને મારી નાંખ્યો
પાટણની મહિલાને પ્રેમ પ્રકરણમાં તાલિબાની સજા આપવાની શ્યાહી હજી સૂકાઈ નથી, ત્યાં પ્રેમમાં તાલિબાની સજા (crime news) આવવાની વધુ એક ઘટના સામે આવી છે. ગુજરાતમાં હવે ધીરે ધીરે બિહારરાજ આવી રહ્યું છે. લોકો કાયદો પોતાના હાથમાં લઈ રહ્યા છે, અને આવામાં કોઈની હત્યા કરતા પણ વિચરતા નથી. વડોદરામાં એક પ્રેમી યુવકને કાળજુ કંપાવી દે તેવી સજા આપવામાં આવી છે. આ સજામાં યુવકનું મોત નિપજ્યું છે.