ડો.શીતલ મિસ્ત્રીનું મોટું નિવેદન, સપ્ટેમ્બર કરતા પણ વધુ ખતરનાક કોરોનાની લહેર આવી છે
- વડોદરામાં માત્ર 14 દિવસમાં કોરોના કેસ 4 ગણા વધ્યા
- કેસ 600થી વધીને 2500 પર પહોંચી ગયા
- ડભોઈ ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા કોરોનાથી સંક્રમિત થયા
રવિ અગ્રવાલ/વડોદરા :ગુજરાતમાં કોરોના વાયરસના નવા 1415 કેસ નોંધાયા જેમાં અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ સંક્રમણ વધી રહ્યું છે. વડોદરામાં 24 કલાકમાં કેસનો આંકડો 144 પર પહોંચી ગયો છે. ત્યારે વડોદરા ગોત્રી કોવિડ હોસ્પિટલમાં માનદ સેવા આપનાર ડો શીતલ મિસ્ત્રીએ કહ્યું કે, વડોદરામાં માત્ર 14 દિવસમાં કોરોના કેસ 4 ગણા વધ્યા છે. કેસ 600થી વધીને 2500 પર પહોંચી ગયા છે. જોકે, તેમણે આગાહી કરી કે, આવનારા દિવસોમાં હજી કોરોના કેસ વધશે. સપ્ટેમ્બર કરતા પણ વધુ ખતરનાક કોરોનાની લહેર હવે આ સમયમાં જોવા મળી શકે છે. વડોદરા તંત્ર કોરોનાની સ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે.
હોસ્પિટલમાંથી કોરોના દર્દી ફરાર
વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ મહિલા ફરાર થવાનો કિસ્સો બન્યો છે. વારસિયા વિસ્તારમાં રહેતી મહિલાને કોરોના પોઝિટિવ આવતા બે દિવસ અગાઉ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. 26 વર્ષીય ઉમા સનવાણીને કોવિડ હોસ્પિટલના ચોથા માળે દાખલ કરાયા હતા. પરંતુ તેઓ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયા હતા. હોસ્પિટલ તંત્રએ મહિલાને શોધવા વારસિયા પોલીસને જાણ કરી છે.
આ પણ વાંચો : આવેશમાં આવેલા પ્રેમીએ કહ્યું, ‘તારી ભાભી તો મારી જ છે, હું તેને ઉપાડી જઈશ’
ધારાસભ્ય શૈલેષ મહેતા અને શબ્દશરણ બ્રહ્મભટ્ટ કોરોના સંક્રમિત
વડોદરામાં કોરોના કેસમાં સતત વધારો થઈ કહ્યો છે. આ વચ્ચે ડભોઈ ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા કોરોનાથી સંક્રમિત થયા છે. શૈલેષ મહેતાએ ફેસબુક પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તો સાથે જ પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. બંને નેતાઓ 14 દિવસ માટે કવોરેન્ટાઈન થયા છે. જોકે, રસી લીધા બાદ પણ ધારાસભ્ય શૈલેષ મહેતા સંક્રમિત થયા છે. તેમણે 10 દિવસ પહેલા જ કોરોના વેક્સીન લીધી હતી.
આજે વડોદરામાં પણ કોરોના કેસ વધતાં મોલ મલ્ટીપ્લેકસ બંધ કરવામા આવ્યા છે. શનિવાર અને રવિવારે કોર્પોરેશને મોલ અને મલ્ટીપ્લેક્સ બંધ રાખવા આદેશ કર્યો હતો. ત્યારે તમામ વિસ્તારોના મોલ બંધ છે.
આ પણ વાંચો : લાપરવાહ લોકો પર બગડ્યા દાદા, કહ્યું-મેચ જોનારા ભૂલી ગયા કે કોરોના હજી ગયો નથી