વડોદરા: વડોદરાના ડભોઇમાં આવેલ રેફરલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાય સમયથી લાલિયાવાડી અને અપુરતા સાધનોને લઈને 118 ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. એટલું જ નહીં સાધનો હોવા છતાં પણ આજે પણ તંત્રની બેદરકારી અને લઈને સાઘનો ધૂળ ખાઇ રહ્યા છે. અને હોસ્પિટલોમાં લાઇટો ગુલ થતા ટોર્ચના સહારે જીવના જોખમે દર્દીઓના ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડભોઇ તાલુકાના 119 ગામની જીવાદોરી સમાન માત્ર એક જ રેફર હોસ્પિટલ ડભોઇ ખાતે આવેલું છે, જ્યાં છેલ્લા કેટલાય સમયથી અપુરતા સાધનો અને સ્ટાફના અછતને લઈને કલાકો સુધી દર્દીઓએ બેસી રહેવાનો વારો આવ્યો છે. આ હોસ્પિટલમાં નથી ની એક્સ રે ની સુવિધા કે નથી પૂરતો સ્ટાફ માત્ર ખાલી આરોગ્ય કેન્દ્રમાં વાતો કરવામાં આવે છે હોસ્પિટલનું જનરેટર પણ શોભાના ગાંઠિયા સમાન છે. લાઈટ જાય ત્યારે કોઇપણ પ્રકારની સુવિધાઓ અહીં મળતી નથી અને દર્દીઓએ ગરમીમાં સારવાર લેવાનો વારો આવે છે.


બનાસકાંઠા: પવિત્ર ભૂમી ગણી સ્મશાનમાં ભજન, કિર્તન અને ભોજનનું અનોખું આયોજન


એક દિવસમાં અંદાજે ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે 50 થી 60 જેટલા કેસોની નોંધણી કરવામાં આવે છે. પરંતુ સુવિધાના નામે મીંડુ જોતા દર્દીઓને ઘણું દુઃખ થાય છે. હોસ્પિટલની મુલાકાત જી 24કલાકની ટીમે કરી ત્યારે તમામ સાધનો ધૂળ ખાવાની પરિસ્થિતિમાં હાલ દ્રશ્યમાન થયા હતા. અનેક વખત દર્દીઓનું ઘર્ષણ ડોક્ટર સાથે પણ થતું હોય છે. પરંતુ તેનું નિરાકરણ ન આવતા આખરે દર્દી પણ નિરાશ થઇ જાય છે, અને નાછૂટકે ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે.


જુઓ Live TV:-