હાર્દિક દિક્ષીત/ વડોદરા: PETA ના નિવેદનથી વિવાદ સર્જાયો છે. પેટા ઇન્ડિયાએ તેના એક નિવેદનમાં કહ્યું હતું કે, દૂધ ઉત્પાદનના નામે પશુઓ પર અત્યાચાર છે. PETA એ પશુઓના દૂધને બદલે કૃત્રિમ દૂધનું ઉત્પાદન કરવાની સલાહ આપી હતી. ત્યારે આ સમગ્ર વિવાદ અંગે ધર્મગુરૂ જ્યોતિર્નાથ બાવાએ નિવેનદ આપતા જણાવ્યું હતું કે, PETA દ્વારા આપવામાં આવેલું નિવેદન પાયા વિહોણું છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે વર્લ્ડ મિલ્ક ડે છે ત્યારે પેટા ઈન્ડિયાના નિવેદન બાદ પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પેટા ઈન્ડિયાએ અમૂલના ડાયરેક્ટર આરએસ સોઢીને પત્ર લખી જણાવ્યું હતું કે, દૂધ સહકારી સમિતિએ ફળ-ફૂલથી વિગન ફુડ અને દૂધ માર્કેટમાંથી ઉઠાવવુ જોઈએ. આ ઉપરાંત પેટાએ જણાવ્યું હતું કે, દૂધ ઉત્પાદનના નામે પશુઓ પર અત્યાચાર છે. PETA એ પશુઓના દૂધને બદલે કૃત્રિમ દૂધનું ઉત્પાદન કરવાની સલાહ આપી હતી.


આ પણ વાંચો:- PETA V/s Amul : વિગન દૂધ અંગેના પેટાના નિવેદનથી રોષે ભરાયા ગુજરાતના પશુપાલકો


આ સમગ્ર વિવાદ અંગે ધર્મગુરૂ જ્યોતિર્નાથ બાવાએ નિવેનદ આપતા જણાવ્યું હતું કે, PETA દ્વારા આપવામાં આવેલું નિવેદન પાયા વિહોણું છું. પશુઓના દૂધનું ધાર્મિક મહત્વ છે. પશુઓના દૂધનો ઉપયોગ કરવો એ ભારતીય પરંપરા છે. જો કૃત્રિમ દૂધનું ઉત્પાદન થયા તો અસંખ્ય લોકો રોજગારી ગુમાવશે. પશુ પાલકો પશુ પાલન બંધ કરી દેશે. પશુઓના દૂધનો યોગ્ય નિકાલ ન થયા તો પશુઓનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાશે.


ઉલ્લેખનીય છે કે, આપણા માટે દૂધ સંપૂર્ણ આહાર છે પરંતુ પેટા ઈન્ડિયાએ ગાય-ભેંસના દૂધને ફગાવીને વનસ્પતિમાંથી બનતા દૂધને ઉપયોગમાં લેવાની સાજીશ શરૂ કરી છે. જો આપણે વનસ્પતિમાંથી બનતા દૂધને ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ તો ખૂબ મોટું નુકસાન થાય એમ છે. 10 કરોડ પશુપાલકોની રોજી રોટી છીનવાઈ જવા ઉપરાંત ફેક્ટરીમાં બનતા વિગન દૂધથી આપણું શરીર ટેવાયેલું નથી. જેથી તેની આડઅસર આપણા શરીર પર થઈ શકે છે. તેમજ આપણું આરોગ્ય પણ જોખમાઈ શકે છે.


આ પણ વાંચો:- ચોમાસા દરમિયાન બેટમાં ફેરવાય છે ભાલના અનેક ગામ, યુદ્ધના ધોરણે તંત્ર કરી રહ્યુ છે કામ


પરંતુ PETA ઈન્ડિયા જાનવરો પર ક્રૂરતા થતી હોવાના બહાને પોતાનો એજન્ડા આગળ વધારી રહી છે અને આપણને આર્થિક અને સામાજિક રીતે કમજોર કરવાનો પ્રયાસ કરી રહી છે. PETA નું કહેવું છે કે અમૂલ ડેરી પશુઓનું દૂધ બંધ કરીને વનસ્પતિ દૂધ બનાવવાનું શરૂ કરે. PETA એ આપણા સહકારી ડેરીના માળખા પર પ્રહાર કરીને ગુજરાત સહિત દેશના અર્થતંત્રને બરબાદ કરવાની જાણે કે સોપારી લીધી છે.


ક્યાં જશે આપણા 10 કરોડ પશુપાલકો? PETA એ અમૂલને લખેલા પત્રનો મતલબ છે કે આપણે ગાય-ભેંસને બદલે ફેક્ટરીમાં બનેલું દૂધ પીવાનું ચાલુ કરવું જોઈએ. જે ગાયને આપણે માતા માનીએ છીએ એનું દૂધ દોહીએ તેને PETA નામની સંસ્થા પશુઓ પર અત્યાચાર ગણાવી રહી છે. PETA એ લખ્યું છે કે સહકારી ડેરી ઉદ્યોગ દૂધાળાં પશુઓ પર ક્રૂરતાને પ્રોત્સાહન આપી રહ્યો છે.


આ પણ વાંચો:- જૂનાગઢ શહેરમાં રૂપિયા 5.31 કરોડના વિકાસના કામોને અપાઈ મંજૂરી


દૂધ ઉત્પાદનના નામે પશુઓ પર અત્યાચાર કરાતા હોવાનું PETA નું નિવેદન છે. ત્યારે પશુઓના દૂધના બદલે કૃત્રિમ દૂધ નું ઉત્પાદન કરવાની સલાહ અંગે ધર્મગુરુ જ્યોતિર્નાથ બાવાએ કહ્યું કે, PETA દ્વારા અપાયેલું નિવેદન પાયા વિહોણું છે. પશુઓના દૂધનું ધાર્મિક મહત્વ છે. પશુઓના દૂધનો ઉપયોગ કરવો એ ભારતીય પરંપરા છે. જો કૃત્રિમ દૂધનું ઉત્પાદન થાય તો અસંખ્ય લોકો રોજગારી ગુમાવશે. પશુપાલકો પશુપાલન બંધ કરી દેશે. પશુઓના દૂધનો યોગ્ય નિકાલ ન થાય તો પશુઓનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકાય એમ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube