વડોદરા : શહેરમાં હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસનો મુખ્ય આરોપી અશોક જૈનનો RT-PCR રિપોર્ટ નેગેટિવ આવતા વડોદરા ક્રાઇમબ્રાંચે તેની ધરપકડ કરી હતી. આરોપી અશોક જૈનને મેડિકલ ટેસ્ટ માટે ગોત્રી સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં તેનું બ્લડપ્રેશર ચેક કરાયું હતું, આ ઉપરાંત બ્લડ અને વાળના સેમ્પલ પણ લેવાયા હતા. આ ઉપરાંત કેટલીક જરૂરી શારીરિક તપાસ પણ કરાઇ હતી. આરોપી સીએ અશોક જૈનને આજે બપોરે કોર્ટમાં રિમાન્ડ માટે રજુ કરવામાં આવ્યા હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવો ચિટર ડાયરેક્ટર કે તેના પોતાના જીવન પર બની શકે ફિલ્મ, અડધા અમદાવાદની ગાડીઓ વેચી નાખી


પાલિતાણાથી ઝડપાયેલા આરોપી અશોક જૈનનો પોટેન્સી ટેસ્ટ નિષ્ફળ રહ્યો હતો. 3 કલાક જેટલી તબીબોએ મહેનત કરવા છતા સ્પર્મના નમુના લઇ શકાયા નહોતા. હવે આરોપીને ટેસ્ટ માટે અમદાવાદ ખાતે લઇ જવાશે. આ ઉપરાંત તેના DNA ટેસ્ટ માટે આરોપીના જરૂરી લોહીના નમુના લેવાયા હતા. આવતીકાલે ગોત્રી હોસ્પિટલમાં વધારે એક બ્લડ ટેસ્ટ કરવામાં આવશે. અશોક જૈન ધોલેરામાં છુપાઇને બેઠોહ તો. ત્યાંથી તે પાલિતાણાની જૈન તિર્થની એક ધર્મશાળામાં રોકાયો હતો. 


જામનગરની રન્ના અમેરિકન દંપતીના ખોળામાં ખિલખિલાટ કરશે, દીકરીને આપતા વેળાએ મહિલા સાંસદ પણ રડી પડ્યા


જો કે પોલીસે અમદાવાદ ખાતે રહેતા એક ભત્રીજાની આકરા અંદાજમાં પુછપરછ કરતા સમગ્ર તથ્ય સામે આવ્યું હતું. પોલીસની ટીમ પાલીતાણા પહોંચી હતી અને અશોક જૈનને ઝડપી લીધો હતો. ગુરૂવારે સાંજે ગોત્રી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરાયો હતો. પીડિત યુવતીના મિત્ર અલ્પુ સિંધીને પણ આજે હરિયાણાના ગુરૂગ્રામથી વડોદરા ક્રાઇમબ્રાંચ લવાયો હતો. અલ્પુની પ્રોહિબિશન કેસમાં ધરપકડ કરાઇ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube