વડોદરામાં બેવડા હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, એકતરફી પ્રેમમાં પાગલ બનેલા પતિએ જ પત્ની-દીકરીને ઝેર આપી ગળુ દબાવ્યું
વડોદરા (vadodara) ના ન્યુ સમા રોડની ચંદન પાર્ક સોસાયટીમાં માતા-પુત્રીના શંકાસ્પદ મોતના રહસ્ય પરથી આખરે પડદો ઊંચકાયો છે. પતિએ જ બેવડા હત્યાકાંડ (double murder) ને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યુ છે. વડોદરા પોલીસે ગણતરીના સમયમાં જ હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. જેમાં સામે આવ્યું કે, તેજસ પટેલે જ પત્ની અને 6 વર્ષની પુત્રીને ઝેર આપી મોતને ઘાટ ઉતારી હતી. પહેલા તેણે માસુમ પુત્રીની હત્યા કરી હતી. ત્યાર બાદ પત્નીને ઝેર આપ્યા બાદ ગળું દબાવી હત્યા કરી હતી. પોલીસે હત્યારા (murder) પતિ તેજસ પટેલની ધરપકડ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પત્ની અને પુત્રીની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે.
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા (vadodara) ના ન્યુ સમા રોડની ચંદન પાર્ક સોસાયટીમાં માતા-પુત્રીના શંકાસ્પદ મોતના રહસ્ય પરથી આખરે પડદો ઊંચકાયો છે. પતિએ જ બેવડા હત્યાકાંડ (double murder) ને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યુ છે. વડોદરા પોલીસે ગણતરીના સમયમાં જ હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. જેમાં સામે આવ્યું કે, તેજસ પટેલે જ પત્ની અને 6 વર્ષની પુત્રીને ઝેર આપી મોતને ઘાટ ઉતારી હતી. પહેલા તેણે માસુમ પુત્રીની હત્યા કરી હતી. ત્યાર બાદ પત્નીને ઝેર આપ્યા બાદ ગળું દબાવી હત્યા કરી હતી. પોલીસે હત્યારા (murder) પતિ તેજસ પટેલની ધરપકડ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પત્ની અને પુત્રીની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે.
આ પણ વાંચો : સાપુતારાના સનસેટ પોઈન્ટ પર જતા પહેલા સો વાર વિચારજો, કારનો વિચિત્ર અકસ્માત સર્જાયો
ગરબા રમીને આવ્યા બાદ પતિએ કરી પત્ની-દીકરીની હત્યા
વડોદરાના ન્યૂ સમા રોડ પર ચંદનપાર્ક સોસાયટીમાં એક દિવસ પહેલા એક માતા અને પુત્રીનું ભેદી સંજોગોમાં મોત નિપજ્યુ હતું. ન્યૂ સમા રોડની ચંદનપાર્ક સોસાયટીમાં રહેતાં 36 વર્ષીય શોભનાબેન તેજસભાઇ પટેલ અને તેમની 6 વર્ષની પુત્રી કાવ્યા પટેલ નવરાત્રિમાં ગરબા રમીને રવિવારે રાત્રે 12 વાગ્યે ઘરે આવ્યાં હતાં. ત્યાર બાદ બંનેની તબિયત લથડી હતી. જેથી તેજશ પટેલ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો, જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યાં હતા. પરંતુ તબીબને બંનેના મોતમાં કંઈ શંકાસ્પદ લાગતા તેમના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
આ પણ વાંચો : વડોદરાના શિક્ષકે ઓનલાઈન ક્લાસમાં ગાંધીજી અને નહેરુ વિશે શીખવાડ્યુ એવુ કે થઈ ગયો મોટો વિવાદ
સસરાને ત્યા ઘર જમાઈ રહેતો હતો તેજશ
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલ્યુ કે, માતા પુત્રીના મોત ઝેરથી થયા હતા, અને આ ઝેર ખુદ તેજસ પટેલે જ આપ્યુ હતું. પત્ની શોભના અને પુત્રી કાવ્યાને ઝેરી દવા પીવડાવ્યા બાદ તેણે ઓશિકાથી મોં દબાવીને બંનેની હત્યા કરી હતી. હત્યા તેજસ પટેલ મહિલાના ઘરમાં જમાઈ તરીકે રહેતો હતો. તે પંચમહાલના નાંદરવાનો વતની હતો. પરંતુ તેનો પગાર ઓછો હોવાથી શોભનાના પિતાએ પોતાના ઘરના ત્રીજા માળમાં શોભના અને તેજશને રહેવા માટે જગ્યા આપી હતી. દીકરીને મદદ થાય તે રીતે તેમણે તમામ વ્યવસ્થા કરી હતી. ત્યારે શોભનાનો પરિવાર પણ હતપ્રભ બની ગયો છે કે, આખરે એવુ તો શુ થયુ કે જમાઈએ તેમની દીકરી અને પૌત્રીની હત્યા કરી.
તેજશે કેમ હત્યા કરી
સમા પોલીસે પત્ની અને પુત્રીની હત્યા કરીને મોતને ઘાટ ઉતારનાર પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં સામે આવ્યું કે, તેજશ લગ્ન પછી ઘરજમાઈ તરીકે રહેતો હતો. એટલુ જ નહિ, તેને નોકરી પણ શોભનાના ભાઈએ જ અપાવી હતી. શોભનાની જીદને કારણે તેજશ તેના ઘરમાં રહેતો હતો. તેજસને અન્ય કોઈ મહિલા સાથે આડા સંબંધો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યુ છે. જેને કારણે તે પરિવારની હત્યા કરવા મજબૂર બન્યો હતો.
આ પણ વાંચો : કચ્છનો 350 વર્ષનો ઇતિહાસ બદલાયો, માતાના મઢમાં પહેલીવાર કોઈ મહારાણીએ ઝોળી ફેલાવી પતરી વિધિ કરી
એકતરફી પ્રેમમાં પતિના માથા પર ઝનૂન સવાર થયું
આ મામલે ડીસીપી ઝોન 4 લખધીરસિંહ ઝાલા પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી કે, પ્રેમ પ્રકરણમાં પતિએ પત્ની અને પુત્રીની હત્યા કરી હતી. તેજસ પટેલ જ્યાં નોકરી કરતો હતો ત્યાં એક સ્ત્રી સાથે એકતરફી પ્રેમ કરતો હતો. તેજસ પ્રેમિકા સાથે રહેવા માંગતો હતો. તેથી તેણે પત્ની અને દીકરીની હત્યા કરી હતી. આરોપી પતિ તેજસ પટેલે હત્યાને આત્મહત્યામાં ખપાવવા પણ પ્રયાસ કર્યો હતો.
આઈસ્ક્રીમમાં ઝેર નાંખીને આપ્યું, એક કલાક બેસી રહ્યો
ડીસીપી ઝોન-4 લખધીરસિંહ ઝાલાએ વધુમાં કહ્યું કે, મહિલાના ગળાના ભાગે ઇજાના નિશાન હતા. પેનલ પીએમ કરાવ્યું હતું. પીએમ રિપોર્ટમાં ગળું દબાવવાનું સામે આવ્યું છે. ઉંદર મારવાની દવા ઘરના ધાબા પરથી મળી આવી હતી. તેજસ પટેલના મોબાઈલમાં તપાસ કરતા મનુષ્યને કઈ રીતે મારી શકાય તે દવાની સર્ચ કર્યા હોવાનું ખૂલ્યું હતું. આરોપીએ પોતાની પત્ની અને પુત્રીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. પતિ પત્ની વચ્ચેના ઝઘડાના કારણે હત્યા કરી હોવાના આંતરિક કારણ સામે આવ્યા છે. તેજસ પટેલની બહેન મામલે પતિ પત્ની વચ્ચે તકરાર થઈ હતી. આરોપીએ આઈસ્ક્રીમમાં ઉંદર મારવાની દવા ભેળવી પત્ની પુત્રીને ખવડાવી હતી. પુત્રીનું માથું ઓશિકાથી દબાવ્યું હતું. એટલુ જ નહિ, બંનેને દવા આપ્યા બાદ એક કલાક સુધી આરોપી તેમની સાથે બેસી રહ્યો હતો.