• ડો. શીતલ મિસ્ત્રીએ આ દાવો કર્યો કે, આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં કોરોનાની નાની લહેર આવશે

  • 31 દેશોમાં 150 વૈજ્ઞાનિકો થયેલા રિસર્ચ અનુસાર, આગામી ફેબ્રુઆરી મહિનામાં કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતા


રવિ અગ્રવાલ/વડોદરા :કોરોનાની બીજી લહેરે (second wave) લોકોને એટલા રડાવ્યા છે કે, હવે ત્રીજી લહેરનો ડર લોકોના મનમા ભરાયો છે. આ લહેર કેટલી ભયાનક હશે તેના ડરથી જ લોકોમા ફફડાટ ફેલાઈ જાય છે. તેમાં પણ વાયરસના સતત નવા અને ઘાતક પ્રકાર સામે આવી રહ્યાં છે. આવામા વડોદરા શહેરના કોરોના સલાહકાર ડો. શીતલ મિસ્ત્રીનો દાવો કર્યો છે કે, સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં કોરોનાની ત્રીજી લહેર (third wave) નહિ આવે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : વાયુસેનાના કર્મચારીનો વેક્સીન ન લેવાનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો


કોરોનાની ત્રીજી લહેર વિશે ડો.શીતલ મિસ્ત્રીએ કહ્યુ કે, કોરોનાની ત્રીજી લહેર 2022 ના ફેબ્રુઆરી માસમાં આવી શકે છે. હાલ સપ્ટેમ્બર કે ઓકટોબરમાં ત્રીજી લહેર નહિ આવે. વસંતઋતુમાં વાતાવરણમાં પરાગરજનું પ્રમાણ વધુ હોવાથી આગામી ફેબ્રુઆરી મહિનામાં કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતા છે. પરાગરજનું પ્રમાણ વધતાં રોગપ્રતિકારક શક્તિમાં પણ ઘટાડો થાય છે. 


31 દેશોમાં 150 વૈજ્ઞાનિકો થયેલા રિસર્ચ અનુસાર ડો. શીતલ મિસ્ત્રીએ આ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, સપ્ટેમ્બર માસમાં કોરોનાની નાની લહેર આવશે અને કોરોનાની ત્રીજી લહેરથી બચવા વધુ વેક્સિનેશન (vaccination) જ એકમાત્ર ઉપાય છે. 


આ પણ વાંચો : ગરીબ મજૂર પરિવારના પગ નીચેથી જમીન સરકી, જ્યારે જાણ્યુ કે ત્રણ વર્ષની દીકરીનો રેપ થયો છે 


વસંતઋતુ જ કેમ, આ રહ્યુ કારણ
તેમણે કહ્યું કે, પરાગરજના રજકણો જ્યારે શ્વસનતંત્રના કોષો જોડે ચોંટે છે ત્યારે આ કોષોમાંથી ઉત્પન્ન થતાં ઇન્ટ ફેરોન લામ્બડા વાયરસના સંક્રમણ સામે રક્ષણ આપતા હોય છે આથી પરાગરજની ઋતુમાં વ્યક્તિઓની જન્મજાત રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે આથી તમામ પ્રકારના વાયરસનું સંક્રમણ થઈ શકે છે ખાસ કરીને કોરોનાની મહામારીના સમયમાં વધુ થાય છે. જ્યારે વાતાવરણમાં પરાગરજના રજકણોનો વધારો થાય છે ત્યારે રોગ પ્રતિકારક શક્તિ ઘટવાને લીધે કોરોના દર્દીઓનું પ્રમાણ વધે છે દર 100 પરાગરજ કણ પ્રતિ કયુબિક મીટરનો વધારો કોરોનાના કેસોમાં ચાર ટકાનો વધારો કરે છે.


સાથે જ તેમણે કહ્યું કે, ચોમાસાની ઋતુમાં પરાગરજ વરસાદના કારણે વાતાવરણમાંથી ધોવાઈ જમીન પર બેસી જતી હોય છે તેથી ચોમાસામાં કોરોનાનું સંક્રમણ ઓછું ફેલાતું હોય છે.