તૃષાર પટેલ/વડોદરા: વડોદરા મહાનગર પાલિકાનું વર્ષ 2019-20 નું ડ્રાફ્ટ બજેટ 3554.51 કરોડ થી ઘટાડી આજે સ્થાઈ સમિતિ દ્વારા 3554.07 કરોડ મંજુર કરાયું, ડ્રાફ્ટ બજેટમાંથી 44 લાખનો ઘટાડો કરાયો. વડોદરા મહાનગર પાલિકાનું 2019 -20નું બજેટ સ્થાઈ સમિતિએ આજે 3554.07 કરોડનું નક્કી કર્યું હતું. આ પહેલા 24મી જાન્યુઆરીના રોજ મ્યુનિસિપલ કમિશ્નર અજય ભાદુએ 3554.51 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાઈ સમિતિ અધ્યક્ષ સતીશ પટેલને સોંપ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થાઈ સમિતિએ 4 દિવસની ચર્ચાના અંતે આજે મંજુર કરેલા 3554.07 કરોડનું બજેટ શહેરીજનોના લાભમાં લેવાયું હોવાનું સ્થાઈ સમિતિના અધ્યક્ષ સતીશ પટેલે જણાવ્યું હતું. સ્થાઈ સમિતિ દ્વારા ડ્રાફ્ટ બજેટમાંથી 44 લાખનો બજેટમાં ઘટાડો કર્યો હતો. ખાસ શહેરમાં પાણીના બગાડના 300 રૂપિયા દંડ નક્કી કરાયો હતો. 50 જેટલી લાગતો રદ કરાઈ હતી. 1311 જેટલા સ્લીપ ઓવારણાં કામો માંથી 115 કામ રદ કરાયા હતા.


ડબલીંગ કાર્યને કારણે ઉત્તર પશ્ચિમ રેલવેની આટલી ટ્રેનો થશે રદ


બજેટમાં જનતાની મૂળભૂત સુવિધાઓ પાણી, ડ્રેનેજ અને રોડના મુખ્ય કામ પર ભાર મુકાયો હતો. રિવાઇઝ બજેટમાં રેવન્યુ ખર્ચમાં ઘટાડો કરાયો. છેલ્લા ઘણા વર્ષો થી કોર્પોરેશન જે કામ કરતી હતી. તેવા સરદાર બાગ, લાલબાગ અને રાજીવ ગાંધી સ્વિમિંગ પુલની નિભાવનીના કામ પ્રાઇવેટ એજન્સીને અપાશે. 


શાખનો સવાલ: છારાનગરમાં પોલીસ પર હુમલો કરાનારની તાત્કાલીક ધરપકડ


4 જેટલા નગર ગૃહ અને શહેરની આસપાસના બાગને પણ જાળવણી માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાકટ અપવામાં આવશે. શહેરના તળાવોની જાળવણી પણ ખાનગી કંપનીને અપાશે જોકે અહીંયા સવાલએ ઉભો થાય છે કે, કોર્પોરેશન વર્ષોથી જે કામ કરતી હતી તે એજન્સીઓને આપી દેવાનો પલાન ઘડાતા કોર્પોરેશન તંત્ર પર અનેક સવાલો ઉભા થયા છે.