Gujarat Tourism : તાજેતરમાં વડોદરાનો લક્ષ્મી વિલાસ પેલેસ દુનિયાના સૌથી મોટા ઘર તરીકે ચર્ચામાં આવ્યો હતો. એક વેબસાઈડ અનુસાર, વડોદરાનો લક્ષ્મી વિલાસ પેલેસ અંબાણીના એન્ટીલિયા કરતા પણ સૌથી મોટું અને મોંઘુ ઘર છે. ત્યારે ફરી એકવાર આ જાજરમાન મહેલ ચર્ચામાં આવ્યો છે. ભવિષ્યમાં રાજસ્થાનના પેલેસની જેમ આ પેલેસ પણ હેરિટેજ હોટલમાં ફેરવાય તો તેની નવાઈ નહિ. લક્ષ્મી વિલાસ પેલેસને હેરિટેજ હોટલમાં ફેરવવા માટેની યોજના પર શહેરના રાજવી પરિવારે ફરી એક વખત કામગીરી શરુ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રોજેક્ટ માટે ચર્ચા શરૂ 
જો વડોદરાનો લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ હોટલમાં ફેરવાશે તો તે ગુજરાતનો સૌથી મોટો પ્રોજેક્ટ બની રહેશે. આ માટે પેલેસનો ફિઝિબિલિટી સરવે શરૂ કરાયો છે. જેના માટે મુંબઈની એક એજન્સીને કામ સોંપાયું છે. જે હેરિટેજ હોટલના પ્રોજેક્ટ માટે ચકાસણી કરે છે. આ સરવે પૂરો થયા બાદ પ્રતિષ્ઠિત હોટલ કંપનીઓને આમંત્રિત કરવામાં આવશે. તેમની સાથે ચર્ચા વિચારણા કરીને તેને હેરિટોજ હોટલ અંગે ફાઈનલ કરાશે. 


નાના શહેરનું બજેટ હોય એટલા રૂપિયા ગુજરાતીઓએ સાયબર ફ્રોડમાં ગુમાવ્યા, દેશમાં સૌથી વધુ


ઈંગ્લેન્ડના બકિંગહામ પેલેસ કરતા ચાર ગણો મોટો
વિશ્વના સૌથી મોટા ખાનગી રહેઠાણ તરીકે વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસની ગણતરી થાય છે. ઈંગ્લેન્ડના બકિંગહામ પેલેસ કરતા ચાર ગણા વિસ્તારમાં તે ફેલાયેલો છે. આ મહેલ ઈતિહાસમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. હાલમાં વડોદરાના મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ અને તેમાની પત્ની મહારાણી રાધિકારાજે ગાયકવાડ 3,04,92,000 ચોરસ ફૂટમાં ફેલાયેલ આ વિશાળ વિસ્તારમાં રહે છે. જે અંબાણી પરિવારના એન્ટીલિયા કરતા પણ મોંઘુદાટ ગણાય છે. 


આ ગુજરાતણ અમેરિકામાં લડશે ચૂંટણી, સ્ટાર્ટ અપ કંપનીની માલિક હવે માંગશે વોટ


ભવ્ય પેલેસમાં છે 170 રૂમ 
Housing.com મુજબ, આ પેલેસનો વિસ્તાર બકિંગહામ પેલેસ કરતાં પણ વધારે છે, જે 828,821 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. તેની સરખામણીમાં મુકેશ અંબાણીની એન્ટિલિયા, જે 15,000 કરોડ રૂપિયાનું વિશ્વનું સૌથી મોંઘું ઘર છે, તે 48,780 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે. ભવ્ય લક્ષ્મી વિલાસ પેલેસ 170 થી વધુ રૂમ ધરાવે છે અને તેમાં ગોલ્ફ કોર્સનો સમાવેશ થાય છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ 1890માં આશરે £180,000ના ખર્ચે આ ભવ્ય મહેલના નિર્માણની શરૂઆત કરી હતી.  દેશના સૌથી ભવ્ય અને શાનદાર સ્થાપત્યમાં સ્થાન પામતા લક્ષ્મી વિલાસ પેલેસનુ બાંધકામ ઈન્ડો-સારસેનિક આર્કિટેકચર સ્ટાઈલમાં કરવામાં આવ્યુ છે. 


આ પેલેસના ગ્રાઉન્ડ ફ્લોર પરના ભવ્ય દરબાર હોલ અને ઓરડાઓને હાલ મ્યુઝિયમમાં કન્વર્ટ કરાયા છે. જ્યાં બહારના મુલાકાતીઓને એન્ટ્રી અપાય છે. પેલેસના પહેલા માળ પર રાજવી પરિવાર રહે છે, જ્યા જવા પર પ્રતિબંધ છે. આ પેલેસમાં એક શાનદાર ગોલ્ફ કોર્સ પણ છે. તેમજ પેલેસમાં લોકો લગ્નોત્સવ પણ આયોજિત કરી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ છે. 


22 વર્ષ પહેલા ગુમ થયેલો દીકરો સાધુ બનીને દરવાજે ભિક્ષા માંગવા આવ્યો