Vadodara News : વડોદરાની ફેશન ડિઝાઈનર યુવતીને અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં યોગા કરવા ભારે પડ્યા છે. અમૃતસરમાં આવેલ ગોલ્ડન ટેમ્પલમાં મેડિટેશન અને શીર્ષાસન કરતાં  પંજાબી ભાષામાં ધમકીનો ઈમેલ મોકલાયો છે. આ ઘટના બાદ ફેશન ડિઝાઈનર અર્ચના મકવાણાને સોશિયલ મીડિયા પર ધમકીઓ મળી હતી. ધમકીના પગલે વડોદરા પોલીસે અર્ચનાને પોલીસ રક્ષણ આપ્યું છે. બે દિવસ અગાઉ અર્ચના મકવાણાને રાણા શર્મા નામના વ્યક્તિએ પંજાબી ભાષામાં ધમકીનો ઈમેલ મોકલ્યો હતો. અર્ચના મકવાણાએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા ફેશન ડિઝાઈનર યુવતી અર્ચના મકવાણા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર પણ છે. તેણે 21 જુન આંતરરાષ્ટ્રીય યોગા દિવસ પર અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં યોગા કર્યા હતા. જેના બાદ મામલો ગરમાયો હતો. તેણે પરિક્રમા પથ પર યોગા કર્યા હતા. તેની યોગા કર્યાની તસવીર વાયરલ થતા જ લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી. આ બાદ પંજાબ પોલીસે અર્ચના મકવાણાની સામે ફરિયાદ દાખલ કરી હતી. તેના બાદ અર્ચના મકવાણાએ માફી માંગતા કહ્યુ હતું કે, તેનો ઈરાદો કોઈ પણ પ્રકારની ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનો ન હતો. 


કચ્છમાંથી રાજાશાહી સમયનો ખજાનો મળ્યો : મહાકાય પિટારામાંથી મળી કિંમતી વસ્તુઓ


પરંતુ ત્યાર બાદથી અર્ચના મકવાણાને અજ્ઞાત લોકો દ્વારા ઈમેઈલ, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ધમકીઓ મળી રહી છે. તેથી ગુરુવારે અજ્ઞાત લોકો સામે તેને ધમકી આપવા બદલ ફરિયાદ દાખલ કરાઈ છે. શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે. અર્ચનાને જાનથી મારી નાંખવાની ધમકી મળ્યા બાદ તેને વડોદરા પોલીસ દ્વારા સુરક્ષિ આપવામાં આવી છે. 


આ બાદ અર્ચના મકવાણાએ નવો વીડિયો જાહેર કરીને કહ્યું કે, તેણે કંઈ પણ ખોટું નથી કર્યું. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધ સમિતિએ તેમની સામે કરાયેલી ધાર્મિક ભાવનાઓ ભડકાવવાની ફરિયાદ પરત લઈ લેવી જોઈએ. 


વીડિયોમા અર્ચનાએ કહ્યું કે, જ્યારે મેં ત્યાં યોગા કર્યા ત્યારે હજારો લોકો ત્યા હાજર હતા. એટલુ જ નહિ, મારી તસવીરો ક્લિક કરનાર વ્યક્તિ પણ શીખ હતો અને મંદિરના સેવાદારોએ પણ તેને રોક્યો ન હતો. ત્યાં મને યોગા કરતા જોઈને કોઈની ભાવનાને ઠેસ પહોંચી નથી. તેથી મારું માનવું છે કે, મેં કંઈ પણ ખોટુ કર્યું નથી. સમસ્યા ત્યારે શરૂ થઈ, જ્યારે ભારત બહારના કેટલાક લોકોએ તેની તસવીરો વાયરલ કરી. મારો હેતુ ખોટોન હતો. એસજીપીસી તરફથી મારી સામેની ફરિયાદ પરત લઈ લેવી જોઈએ. મંદિરમાં ક્યાંય પણ લખાયુ નથી કે, આ પ્રકારનું કામ કરવાની પરમિશન નથી. હું પહેલીવાર ત્યાં ગઈ હતી. જો મને કહેવાયું હોત કે આ ખોટું છે તો હું તાત્કાલિક હટાવી દેત. 


દમણ બીચ પર મોટી દુર્ઘટના : લોકોની નજર સામે બે યુવકો દરિયાના પ્રચંડ મોજામાં તણાયા