રવિ અગ્રવાલ: વડોદરા (Vadodara) માં સામાન્ય બાબતે એરગનથી ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. ફતેપુરાના મંગલેશ્વર ઝાંપા પાસે ઝઘડાની અદાવત રાખી ફાયરિંગ (Firing) અને તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો. 5 વ્યક્તિઓ દ્વારા ફાયરિંગ (Firing) કરવામાં આવ્યું હતું. સીટી પોલીસ સ્ટેશન (Police Station) અને ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ઘટનાસ્થળે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા રહેતા બિલ્ડરના પુત્રને તેના મિત્ર સાથે ઝઘડો થયો હતો. જેથી મિત્રના પરિવારના સભ્યો બિલ્ડરના ઘરે ઠપકો આપવા ગયા હતા અને ત્યાં બિલ્ડરની પત્ની સાથે તકરાર કરી હતી. જેથી બિલ્ડરની પત્નીએ આ અંગે પતિને વાત કરતાં બિલ્ડર પુત્રના મિત્રના ઘરે હાથીખાના વિસ્તારમાં ગયા હતા. ત્યારબાદ સાંજે બિલ્ડર જ્યારે બિલ્ડર ફતેપુરામાં ચિકનની દુકાન પર બેઠા હતા ત્યારે કેટલા હુમલાખોરોએ આવીને એરગન વડે ફાયરિંગ કર્યું હતું. જેના લીધે દોડધામ મચી જવા પામી હતી.

આ છે રંગીલું રાજકોટ: ફ્રેન્ડ બનવાનું કહી મહિલાએ એકાંત માણવા બોલાવ્યો અને...


જોકે સદનસીબે આ ફાયરિંગમાં કોઇને ઇજા પહોંચી ન હતી. પરંતુ વાત અહીં ન અટકતાં હુમલાખોરો બિલ્ડર પર તલવાર વડે હુમલો કરી ડાબા હાથે ઇજા પહોંચાડી હતી. હુમલાની ઘટના પગલે આસપાસના રહેવાસી એકઠા થઇ ગયા જેથી હુમલાખોરો તકનો લાભ લઇને નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત બિલ્ડરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારબાદ સીટી પોલીસ સ્ટેશ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ અંગે સિટિ પોલીસે હુમલાની ઘટના અંગે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube