VADODARA માં માસ્ક અને વેક્સિન અંગે ભ્રામક અફવા ફેલાવતી ટોળકી ઝડપાઇ, લોકોને ભડકાવતા હતા
હાલ સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરથી બચવા માટે રસીકરણ મહાઅભિયાન શરૂ થઇ ચુક્યું છે. જેમાં સમગ્ર દેશના લાખો લોકો કોરોના વાયરસથી બચવા માટે રસી લઇ રહ્યા છે ત્યારે કેટલાક તત્વો એવા પણ છે જે રસીકરણ અને કોરોના અંગે ભ્રામક અફવાઓ ફેલાવી રહ્યા છે. આવા લોકોનું એક આખુ ગ્રુપ સામે આવ્યું છે.
વડોદરા : હાલ સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરથી બચવા માટે રસીકરણ મહાઅભિયાન શરૂ થઇ ચુક્યું છે. જેમાં સમગ્ર દેશના લાખો લોકો કોરોના વાયરસથી બચવા માટે રસી લઇ રહ્યા છે ત્યારે કેટલાક તત્વો એવા પણ છે જે રસીકરણ અને કોરોના અંગે ભ્રામક અફવાઓ ફેલાવી રહ્યા છે. આવા લોકોનું એક આખુ ગ્રુપ સામે આવ્યું છે.
‘આપણે પ્રજાના કલ્યાણ માટેના ઇશ્વરીય કાર્ય માટે સેવારત થયા છીએ’: સીએમ વિજય રૂપાણી
શહેરમાં અવેકન ગુજરાત મુવમેન્ટ અને અવેકન વડોદરિયન્સ નામના ગ્રુપના સભ્યો વેક્સિનેશનનો વિરોધ કરતી માહિતી ફેલાવી રહેલી બે મહિલાઓ સહિત 8 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ લોકો કેટલાક માણસોને ભેગા કરીને કોરોના વેક્સિન નહી લેવા માટે ભડકાવી રહ્યા હતા. જો કે આ અંગેની જાણ સયાજીગંજ પોલીસને મળતા આ ગ્રુપના લોકોની અટકાયત કરવામાં આવી છે.આ લોકો માસ્ક પહેરવાનો પણ વિરોધ કરી રહ્યા છે.
RAJKOT: શિવશક્તિ ડેરીમાં જ 3 મહિલા 1 પુરૂષે ફિનાઇલ ગટગટાવ્યું, જમીન વિવાદ કારણભૂત
પોલીસે રવિવારે માસ્ક અને વેક્સીનના ગેરફાયદા અંગે ભ્રામક પ્રચાર કરતી ટોળકીને ઝડપી પાડી છે. આ તમામ લોકો સારી કંપનીઓમાં કામ કરી રહ્યા છે. આ સાથે બે યુવતીઓ અને ગૃહિણીઓ છે. જે પૈકી એક વ્યક્તિ નિવૃત અધિકારી છે. આ પત્રિકામાં દાવો કરાયો છે કે, વેક્સિન એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે. નવા કોરોના સ્ટ્રેનના નામે લોકોને ડરાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. માસ્ક ઓક્સિજન ઘટાડે છે. માસ્ક ઝેરી ઇન્હેલ વધારે છે. માસ્ક રોગપ્રતિકારક શક્તિ પણ ઘટાડે છે. વેક્સિનમાં પણ ખતરનાક તત્વો મળેલા છે. વેક્સિનથી પેરાલીસીસી કે નપુંસકતા કરી શકે છે. શું વેક્સિનની જવાબદારી કોણ લઇ રહ્યું છે? જેવી ભ્રામક માહિતી ફેલાવતા હતા.
શિક્ષણ સમિતિની ચૂંટણીમાં બબાલ કરવાના મુદ્દે AAP ના બે કોર્પોરેટરની ધરપકડ
ઝડપાયેલા આરોપીઓ...
ભૂમિકા સંજય ગજ્જર
અવની ઉત્કર્ષ ગજ્જર
ઇરફાન યુસુફ પટેલ
જગવીન્દરસિંહ રાજેન્દ્ર સિંહ
કેવલ ચંદ્રકાંત પીઠડિયા
વિશાલ વિજયકુમાર ફેરવાણી
ચંદ્રકાંત બાબુભાઇ મિસ્ત્રી
નરેન્દ્ર કાલીદાસ પરમાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube