હાર્દિક દિક્ષીત/ રવિ અગ્રવાલ/ વડોદરા: વડોદરામાં યુવતી પર સામુહિક દુષ્કર્મ કેસમાં ઓએસીસ સંસ્થાની ભેદી ભૂમિકા સામે આવી છે. જેને લઇને વડોદરા પોલીસ કમિશનરે તપાસનાં આદેશ આપ્યાં છે. વડોદરાનાં એસપી ક્રાઈમને તપાસ સોંપાઈ છે. તો બીજી તરફ એલસીબી પોલીસે બનાવ સ્થળ પાસેથી જ પીડિતા યુવતીની સાયકલ શોધી કાઢી હતી. આ ઉપરાંત પોલીસે એક ખાનગી સિક્યોરિટી ગાર્ડને પણ પકડી પાડ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં યુવતી પર સામુહિક દુષ્કર્મ મામલે ZEE 24 કલાકની મુહિમ બાદ પોલીસ દોડતી થઈ છે. ZEE 24 કલાકે સૌથી પહેલા ઓએસીસ સંસ્થાના કાળા કારનામાનો પર્દાફાશ કર્યો હતો. ત્યારે યુવતીની સંસ્થા 'ઓએસીસ' પર કાયદાનો શિકંજો કસાયો છે. ઓએસીસ સંસ્થાની ભેદી ભૂમિકા અંગેની તપાસ કરવામાં આવશે. આ માટે વડોદરા પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે.


સુરતમાં મહિલાનું મોત: માતાની હૂંફ માટે શિશુનો કલ્પાંત, વાળ પકડીને રડી રહ્યું હતું માસૂમ બાળક


વડોદરાનાં એસપી ક્રાઈમને તપાસ સોંપાઈ છે. ઓએસીસ સંસ્થાનાં સંચાલકોની બેદરાકારી સામે આવી છે. યુવતીના ગેંગરેપ અને આપઘાત વિશે સંસ્થાને જાણ હતી તેમ છતાં તેઓએ પોલીસ કે પરિવારને જાણ કરી ન હતી. ગંભીર ઘટના પર ઢાંક પિછોડો કરવાનો ઓએસીસ પર આરોપ છે. જેને લઇને ઓએસીસ સંસ્થાનું રજીસ્ટ્રેશન રદ થઈ શકે છે.


પત્નીએ પોતાની ઇચ્છા વ્યક્ત કરી તો પતિએ ના પાડી, બંને વચ્ચે થયો ઝગડો અને પછી...


તો બીજી તરફ વડોદરામાં યુવતી પર સામુહિક દુષ્કર્મ મામલે વડોદરા રેલવે એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. એલસીબી પોલીસે પીડિતા યુવતીની સાયકલ શોધી કાઢી છે. પોલીસને બનાવ સ્થળ પાસેથી જ સાયકલ શોધી કાઢી હતી. પોલીસે એક ખાનગી સિક્યોરિટી ગાર્ડને પણ પકડી પાડ્યો છે. જો કે, બનાવ બાદથી સિક્યોરિટી ગાર્ડ અને સાયકલ ગુમ હતી. ત્યારે વડોદરા દુષ્કર્મ કેસમાં પોલીસને પહેલી મોટી સફળતા હાથ લાગી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube