Gujarati In America : વડોદરાની 24 વર્ષની માયુષી ભગત નામની યુવતી અમેરિકાના ન્યૂયોર્કમાં છેલ્લા ચાર વર્ષથી લાપતા છે. માયુષી ભગત છેલ્લે 29 એપ્રિલ, 2019ના રોજ જોવા મળી હતી. જેના બાદથી તે ક્યાંય દેખાઈ નથી. ન્યૂયોર્ક પોલીસ માયુષીની કોઈ તપાસ કરી શકી નથી. પરંતું હવે FBIએ વોન્ટેડ લિસ્ટમાં તેનું નામ ઉમેર્યું છે. માયુષી માહિતી આપનારને 8 લાખનું ઈનામ અપાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લે પોતાના ઘરમાં જોવા મળી હતી 
ન્યૂયોર્ક પોલીસના જણાવ્યા અનુસાર, માયુષી ભગત છેલ્લે 29 એપ્રિલના રોજ તેના ઘરમાં જોવા મળી હતી. તે છેલ્લે જ્યારે જોવા મળી હતી ત્યારે તેણે કલરફુલ પેન્ટ અને કાળી ટી-શર્ટ પહેરી હતી. માયુષીના ગાયબ થઈ જવાથી વડોદરામાં રહેતા તેના માતાપિતા પણ ચિંતાતુર બની ગયા છે. ત્યારથી અત્યાર સુધી માયુષીની કોઈ ભાળ મળી નથી. માયુષી વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતી હતી. તેણે વડોદરામાંથી ડિપ્લોમા કર્યા બાદ તે 2016માં ન્યૂયોર્ક ગઈ હતી, અને તેણે ન્યૂયોર્ક ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં એડમિશન મેળવ્યું હતું. 


દ્વારકામાં 37 હજાર આહીરાણીઓનો મહારાસ : 5 હજાર વર્ષ પહેલાંની અધૂરી પરંપરા કરી પૂર્ણ


નવસારીમાં નીકળ્યો અનોખો વરઘોડો, પટેલ પરિવારે બળદગાડામાં દીકરાની જાન કાઢી


માયુષીની માહિતી આપનારને ઈનામ 
ગયા વર્ષે જુલાઈમાં એફબીઆઈએ 'અપહરણ/ગુમ' કૉલમમાં મોસ્ટ વોન્ટેડ લોકોની યાદીમાં તેનું નામ નોંધ્યું હતું. એફબીઆઈએ યુએસ સ્ટેટ ન્યુ જર્સીમાં 2019થી ગુમ થયેલા એક ભારતીય વિદ્યાર્થીની માહિતી માટે 10 હજાર ડોલર (8.32 લાખ રૂપિયા)ના ઈનામની ઓફર કરી છે. FBIએ તેની માહિતી આપવા માટે ઈમરજન્સી નંબર જાહેર કર્યો છે. માયુષીના લોકેશન અથવા તેના ગુમ થવા અંગેની કોઈપણ મહત્ત્વની માહિતી માટે 10 હજાર ડોલર સુધીનું ઈનામ આપવામાં આવશે.