મારાથી તેજસ વગર નહી જીવાય... યુવતીએ આપઘાત પહેલા ચીઠ્ઠીમાં લખેલા શબ્દો દર્દનાક બની રહ્યાં
Girl Suicide Last Message : યુવક અને તેના પરિવારજનોએ લગ્ન માટે ના પાડતા વડોદરાની યુવતીએ આપઘાત કર્યો... પોલીસે યુવક અને તેના પરિવાર સામે ગુનો નોંધ્યો
Vadodara News : વડોદરામાં પ્રેમીએ લગ્નની ના પાડતા યુવતીએ આપઘાતનો રસ્તો અપનાવ્યો હતો. લગ્ન કરવાનું કહી યુવક ફરી જતા યુવતીએ સ્યુસાઈડ નોટ લખી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવતીએ અંતિમ સંદેશમાં લખ્યું કે, મમ્મી પપ્પા મને માફ કરજો ! મારાથી તેજસ વિના નહિ જીવાય. અત્યાર સુધી મને લગ્નની આશા બતાવી ના કહી દેતા હું અંતિમ પગલું ભરુ છું.
વડોદરામાં વાઘોડિયા રોડ વિસ્તારની યુવતીના નજીકમાં જ રહેતા તેજસ ચૌહાણ સાથે લગ્ન નક્કી થયા હતા. યુવક સહિત પરિવારે અચાનક લગ્નની ના કહી દેતા યુવતીએ જીવન ટુંકાવ્યું હતું. ત્યારે બાપોદ પોલીસે યુવક અને તેના પરિવાર વિરૂદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. યુવતીએ આપઘાત પેહલા અંતિમ ચિઠ્ઠીમાં પોતાની વેદના ઠાલવી હતી. આઘાતમાં સરી પડેલી યુવતીના અંતિમ શબ્દો ભારે દર્દનાક બની રહ્યા હતા. યુવક સહિત પરિવારે અચાનક લગ્નની ના કહી દેતા યુવતીએ મોત પસંદ કર્યું. ત્યારે બાપોદ પોલીસે યુવક અને તેના પરિવાર વિરૂદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.
સીઝનની શરૂઆતમાં ન ખાતા કેરી, અને બોક્સમાં જો કેમિકલની પડીકી મૂકેલી હોય તો સાવધાન
જુનિયર ક્લાર્ક પરીક્ષાના ઉમેદવારો માટે દેવદૂત બની ગુજરાત પોલીસ, મદદનો હાથ લંબાવ્યો
યુવતીનો અંતિમ સંદેશ
મમ્મી પપ્પા મને માફ કરી દેજો, મારાથી તેજસ વગર નહી જીવાય એટલે મે આ પગલું ભર્યું છે. તેજસના મમ્મી લોકો, નીરૂ માસી, જયદેવ, દિનેશમાસા અને તેજની બહેનનાનુંએ લગ્ન કરવાની ના પાડી તો તેજના મમ્મીએ પણ ના પાડી દીધી. પરંતુ તેજસને 18 એપ્રિલે મારા સાથે લગ્ન કરવા હતા પણ હવે તે ના પાડે છે. અત્યાર સુધી લગ્ન કરીશ એવું કહેતો હતો પણ એ હવે ના પાડે છે. અચાનક ના પાડતા હું આ પગલું ભરું છું. મારા ફોનમાં બંધુ જ છે જોઈ લેજો. આ લોકોના લીધે હવે જીવવા નથી માગતી મને માફ કરજો. ભાઈ હવે તૂ મમ્મી પપ્પાને સાચવ જે. રૂપિયા કમાજો. પૈસા હશે તો સંબંધ રાખશે.મારુ મરવાનું કારણ એક જ છે અત્યાર સુધી લગ્ન કરીશ કહેતા તેજસ હવે એવું કહે છે કે નહીં કરું. જે કરવું હોય તે કરી લે. મને દગો આપ્યો એટલે દુ:ખમાં હું આ પગલું ભરું છું.
હાશ...! વિધ્ન વગર પૂરી થઈ જુનિયર ક્લાર્કની પરીક્ષા : ભાવનગરમાં 5ની અટકાયત કરાઈ
દીકરીઓ મારી લાડકવાયી દેવની દીધેલ છે : ગુજરાતી ખેડૂત પિતાનું અભિમાન બની 5 દીકરીઓ