રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરાના પૂર્વ અને દક્ષિણ વિસ્તારના 5 લાખ લોકોને છેલ્લા છ માસથી પીળા કલરનુ અને દૂષિત પાણી મળવાને લઈ કોગ્રેસે કોર્પોરેશન કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. કોગ્રેસે મેયરને આવેદનપત્ર આપી પાણીવેરો નાબુદ કરવાની માગ પણ કરવામાં આવી હતી,


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાના નિમેટા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગંદકીના કારણે છેલ્લા છ માસથી પૂર્વ અને દક્ષિણ વિસ્તારના 6 લાખ લોકો ગંદુ પાણી પી રહ્યા છે. ગંદા પાણીના અવાર નવાર કોર્પોરેશન તંત્રને ફરિયાદ કર્યા બાદ કોર્પોરેશને મોડે મોડે ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઈ કરાવી. ત્યારે કોગ્રેસે લોકોનો ગંદા પાણીનું વિતરણ કરવા બદલ મેયરને આવેદનપત્ર પાઠવી પાણી પુરવઠા વિભાગના અધિકારી અને કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરવા માંગ કરી તો પાણીવેરો નાબુદ કરવાની પણ માગ કરી છે.


અમિત શાહ અંગે વિવાદિત નિવેદન આપતા અમદાવાદ મેટ્રો કોર્ટનું રાહુલ ગાંઘીને સમન્સ


કોગ્રેસના કાર્યકરો અને નેતાઓએ કોર્પોરેશન કચેરી પર પહોચી પ્લેકાર્ડ સાથે દેખાવો પણ કર્યા હતા.  કોગ્રેસના ગંદા પાણીના આંદોલનને ભાજપના કોર્પોરેટર અને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનું સમર્થન મળ્યું પણ મળ્યું હતું. શૈલેષ મહેતાએ શહેરીજનોને વહેલી તકે સ્વચ્છ પાણી મળે તે માટે માગ કરી હતી.


હાર્દિક અને નરેશ પટેલનું મહત્વનું નિવેદન, પાટીદાર અનામત આંદોલનનું કોઇ અસ્તિત્વ નથી 



શૈલેષ મહેતાએ વધુમાં જણાવ્યું કે, જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા પણ અવાજ ઉઠાવો જોઇએ. જ્યારે મેયરે લોકોને ગંદા પાણીનું વિતરણ થયા મામલે મિડીયા સામક્ષ માફી માંગી હતી. સાથે જ તપાસ બાદ અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામે કાર્યવાહીની ખાતરી આપી આપવામાં આવી હતી. કોર્પોરેશનમાં મળેલ સામાન્ય સભામાં પણ દૂષિત પાણીનો મુદ્દો ઉઠયો હતો.