રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં હવાલાકાંડ અને ધર્માંતરણ કેસનો મામલામાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યાં છે. આરોપીઓને સાથે રાખી એસઆઈટીની ટીમ તપાસ કરી રહી છે. ત્યારે મૌલાના ઉમર ગૌતમે દોઢ વર્ષમાં 10 મૂકબધિરોને હિન્દુમાંથી મુસ્લિમ બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે. તે મુસ્લિમ બનેલા લોકોના અનુભવનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મૂકતો હતો. એટલુ જ નહિ, સલાઉદ્દીનને વિદેશમાંથી પણ મોટા પ્રમાણમાં ફંડ આવતુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સલાઉદ્દીને 1000 થી વધુનુ ધર્મપરિવર્તન કરાવ્યું 
પોલીસ પૂછપરછમાં ઉમર ગૌતમે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેણે જણાવ્યું કે, ઉમર ગૌતમે છેલ્લા દોઢ વર્ષમાં યુપીમાં અંદાજે 10થી વધુ બહેરા મુંગા લોકોનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. ધર્મપરિવર્તન માટે તેની સાથે 10 લોકોની ટીમ હતી. જેમાં ત્રણ મહિલાઓ પણ સામેલ હતી. જરૂરિયાતમંદ લોકોને લાલચ આપીને તેઓને મુસ્લિમ ધર્મ જ શ્રેષ્ઠ છે તેવુ કહેવાતુ હતું. આ રીતે ભોળા અને ગરીબ લોકોને છેતરીને ધર્મ પરિવર્તન કરાવાતુ હતું. જોકે, આ આંકડો 1000 થી વધુ છે. ઉમર ગૌતમે યુપીમાં 1 હજારથી વધુ લોકોનું ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાનું અગાઇ યુપી પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું.


આ પણ વાંચો : સંતરામપુરનો પરિવાર માતાજીના દર્શન કરે તે પહેલા જ કાળનો કોળિયો બન્યો, ખેડા પાસે અકસ્માતમાં 4 ના મોત


ઉમર ગૌતમ અને સલાઉદ્દીન શેખની અલગ અલગ મુદ્દા પર પુછપરછ કરાઇ રહી છે. જોકે, સલાઉદ્દીને ગુજરાતમાં ધર્માતરણ કરાવ્યુ હોવાનો ઈન્કાર કર્યો હતો. સલાઉદ્દીન ઉમર ગૌતમના ધર્માંતરણના કાર્ય માટે ફન્ડિંગ કરતો હતો. 


ફન્ડિંગમાં પણ મોટો ખુલાસો
સલાઉદીન શેખે જમ્મુ કાશ્મીર, માલદા, માલેગાંવ, નેપાળ બોર્ડર અને આસામમાં કરોડોનુ ફંડ આપ્યુ હોવાનુ પણ તપાસમા બહાર આવ્યુ છે. ઉમર ગૌતમ અને સલાઉદ્દીન બંને સેવાકીય પ્રવૃત્તિના નામે ભંડોળ એકઠુ કરતા હતા. તેમણે કરોડોની રકમ મેળવી હતી. આ રકમથી તેઓએ ભુજ બોર્ડર, નેપાળ બોર્ડર, માલદા બોર્ડર, આસામ, બિહાર અને બાડમેર બોર્ડર પર મસ્જિદો બનાવી હતી. રોહિંગ્યાઓ પર બંને દયાભાવના રાખીને તેઓને તમામ મદદ પહોંચાડતા હતા. 


આ પણ વાંચો : એવોર્ડ વિનિંગ છે આ ગુજરાતીઓનો પ્રયાસ, માતાજીના ગરબામાંથી નાનકડા જીવને બનાવી આપ્યું ઘર


ઝાકીર નાઈકથી પ્રભાવિત હતો સલાઉદ્દીન 
સલાઉદ્દીન મુસ્લિમ ઉપદેશક ઝાકીર નાઈકથી વધુ પ્રભાવિત હતો. તેના કાર્યક્રમમાં હાજરી આપવા માટે મુંબઈ પણ ગયો હતો. મુંબઈના સાયણમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઝાકીર નાઈકનું વકતવ્ય યોજાયુ હતું. જેનાથી સલાઉદ્દીન વધુ પ્રભાવિત થયો હતો.