રવિ અગ્રવાલ/વડોદરા: શહેરમાં તૃષા સોલંકીની ચકચારી હત્યા બાદ હવે વડોદરાની યુવતી મીરા સોલંકીની તિલકવાડામાં હત્યા કરાયેલી લાશ મળી આવતા ખળભળાટ મચ્યો છે. માજલપુરની 20 વર્ષીય યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ સ્ટેશનની હદમાં ખેતરમાંથી લાશ મળી આવી છે. 20 વર્ષીય મીરા સોલંકી બે દિવસથી ઘરથી ચાલી ગઈ હતી. જેના કારણે પરિવારજનોએ માજલપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ પણ આપી હતી. પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી કરે તેને પહેલા યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાની આ ઘટનામાં મીરાંએ તેની પિતરાઈ બહેનને વોટસેપ મેસેજ કરીને સંદિપ મકવાણા નામના ઈસમ સાથે હોવાનુ જણાવ્યું હતુ. પરિવારજનોએ લાશને વડોદરા લાવી પીએમ કરાવ્યુ છે. એક તરફી પ્રેમમાં મીરાની હત્યા કરાઈ હોવાની પરિવાજનોને આશંકા છે. ત્યારે તિલકવાડા પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી દીધી છે. મીરાનો મોબાઈલ લોકેશન અને અન્ય ટેકનિકલ શોર્સથી પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાને પગલે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ પણ પીએમ રૂમ પર પહોંચ્યા હતા.


સમગ્ર દેશમાં બનાસકાંઠા એકમાત્ર એવો જિલ્લો કે જ્યાં એક જિલ્લામાં બે મોટી ડેરી, કાલે સર્જાશે ‘શ્વેત વિકાસ’નો પ્રકાશ પુંજ


આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, વડોદરાના માંજલપુર દરબાર ચોકડી પાસે રહેતી 20 વર્ષીય મીરા સોલંકી નામની યુવતીની તિલકવાડા પોલીસ સ્ટેશનની હદમાં એક ખેતરમાંથી હત્યા કરેલી હાલતમાં લાશ મળી છે. મીરાએ તેની પિતરાઈ બહેનને વોટ્સએપ પર મેસેજ કરીને જણાવ્યું હતું કે હું સંદીપ સાથે છું. ચિંતા કરશો નહીં. હું રવિવારે સાંજ સુધીમાં ઘરે આવી જઇશ. 20 વર્ષીય મીરા સોલંકીએ તાજેતરમાં ધોરણ 12ની પરીક્ષા આપી હતી જેની હત્યા કેવી રીતે કરવામાં આવી છે. તે અંગેની માહિતી મેળવવા માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.



પોલીસની પ્રાથમિક તપાસમાં 20 વર્ષીય મીરાની હત્યા ગળું દબાવીને તેમજ ડામ આપીને કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મીરાની હત્યા કેવી રીતે કરવામાં આવી છે. તે ચોક્કસ કારણ બહાર આવશે. તૃષા સોલંકી બાદ મીરાની હત્યાની ઘટનાએ માંજલપુર વિસ્તારમાં સનસનાટી મચાવી મુકી છે.


ગુજરાતી ફિલ્મ 'નાયિકા દેવી' નું બોલીવુડને પણ ટક્કર મારે તેવું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, જાણો કોણ હતા રાણી નાયિકા દેવી?


આ ઘટનામાં જાણવા મળ્યું છે કે મીરાએ તેની પિતરાઈ બેનને વોટ્સએપ પર મેસેજ કરીને હું સંદીપ સાથે છું. ચિંતા કરશો નહીં. હું રવિવારે સાંજ સુધીમાં ઘરે આવી જઇશ તેવું જણાવ્યું હતું. મીરા સોલંકીની પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હોવાનું લાગી રહ્યું છે અને જુના પાદરા રોડ ઉપર રહેતા સંદીપ મકવાણા નામના યુવાન સાથે મીરા ગઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube