હાર્દિક દીક્ષિત/વડોદરા: શહેરમાં મહિલા તસ્કર ટોળકીએ જીવનમાં પ્રથમ વખત ચોરી કરી એમાંય ભલીવાર ન આવતા આ ટોળકીની મેહનત માથે પડી છે. પોલીસની સતર્કતાએ માત્ર 48 કલાકમાં જ કરોડો રૂપિયાના મેડિકલ ઉપકરણોની થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 3 કલાકમાં ગુજરાતના આ વિસ્તારોમાં 'ફાટી' પડશે કમોસમી વરસાદ,આજથી 4 દિવસ ખુબ ભારે


શહેરના જવાહર નગર પોલીસ સ્ટેશન ની હદમાં કરચિયા ગામની સીમમાં GR એન્જીનીયરીંગ કંપની આવેલી છે. જે કંપનીની અંદરના ભાગે મુંબઈની ઇન્ડસ્ટ્રીયલ એક્સ રે એન્ડ એલાઈડ રેડિયો ગ્રાફર્સ ઇન્ડિયા કંપનીના સર્વિસ રૂમ આવેલા છે. પતરાના શેડમાં બનાવેલા સર્વિસ રૂમમાં કેટલાક મોંઘા ઉપકરણો મુકવામાં આવેલા હતા. જે સર્વિસ રૂમના પતરાને ઊંચા કરીને નાના પણ કિંમતી સાધનોની ચોરી કરવામાં આવી હતી. આ અંગે કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસરે જવાહર નગર પોલીસ મથકે કુલ 1 કરોડ 44 લાખના કિંમતી સાધનોની ચોરી થયાની ફરિયાદ આપી હતી. 


સાતમા આસમાને પહોંચી SVPI એરપોર્ટની સફળતાની ઉડાન, લાખો લોકોની પહેલી પસંદ બન્યું!


ફરિયાદના આધારે એક્શનમાં આવેલી પોલીસે GR એન્જીનીયરીંગ કંપનીમાં જઈને તપાસતા રેલવે ટ્રેક પાસે આવેલા કંપનીના સર્વિસ રૂમમાં પતરા ઊંચા કરીને સાધનોની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. જ્યાં પોલીસે આ ચોરીની તપાસ કરતા કંપની પરીસર પાસે ભંગાર વિણતી મહિલાઓ દ્વારા પતરા ઊંચા કરીને સાધનોની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.


કોર્ટનું અવલોકન; નરોડા ગામમાં કોઈને જીવતા સળગાવાયા નથી, ફટાકડામા લાગેલી આગથી મોત થયા


વિસ્તારમાં કેટલીક મહિલાઓ રેલવે ટ્રેકની આસપાસથી ભંગાર ભેગુ કરીને તેનું વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. જે મહિલાઓ આ મોંઘા ઉપકરણોને ભંગાર સમજીને ઉઠાવી ગઈ હતી. પોલીસે ભંગાર વિણનાર મુખ્ય આરોપી પારુલબેન ચૌહાણની પૂછપરછ કરતા ચોરી થયેલા તમામ ઉપકરણો તેમજ તેના પાર્ટ મળી આવ્યા હતા.


65 જાતની કેરી અને 40 જાતના કેળાં, આ ખેડૂતે બાગાયતી પાકોનું રમણભમણ કરી નાખ્યું


ઉલ્લેખનીય છે કે પોલીસ ના હાથે ઝડપાયેલી મહિલાઓ ની આ ટોળકી ભંગાર વેચીને પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે.ઓછા સમય માં વધુ રૂપિયા કમાવવાની લાલચ માં આ ટોળકી એ ચોરી નો રસ્તો અજમાવ્યો હતો.પ્રથમ વખત કરેલા મોટા હાથફેરા માં પોલીસ ના હાથે ઝડપાઈ ગઈ હતી ત્યારે આ મહિલાઓ ને એ અંદાજો પણ નહોતો કે તેમણે જે ભંગાર સમજી ચોરી કરેલી તેની કિંમત કેટલી છે. ત્યારે જવાહરનગર પોલીસે 1 કરોડ 44 લાખની કિંમતના મેડિકલ ઉપકરણો તેમજ સ્પેરપાર્ટ કબ્જે લઈને 8 જેટલી મહિલાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.