ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી પાયલ રાજપૂત સહિત ત્રણ શખ્સ કરી રહ્યા હતા પાર્ટી અને પોલીસ ત્રાટકી...
વડોદરા ડવડેક એપોર્ટમેન્ટમાં બર્થ ડે ઉજવવા એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસે બાતમીના આધારે રેડ કરતા પાંચ લાખ ઉપરાંતનો મોટી સંખ્યામાં મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રવિ અગ્રવાલ/વડોદરા: તહેવારો ટાણે પાર્ટીઓના આયોજનના ક્રેઝ હવે રાજ્યમાં વધી રહ્યો છે. ત્યારે વડોદરા ડવડેક એપોર્ટમેન્ટમાં બર્થ ડે ઉજવવા એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસે બાતમીના આધારે રેડ કરતા પાંચ લાખ ઉપરાંતનો મોટી સંખ્યામાં મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે વડોદરા ડવડેક એપાર્ટમેન્ટમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી પાયલ રાજપૂતની બર્થ ડે ઉજવવા માટે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કોઈ કારણોસર પોલીસને બર્થડે પાર્ટી વિશે જાણ થતા રેડ કરી હતી. જેમાં દારૂની બોટલો સાથે અમદાવાજના ત્રણ ઈસમોની પોલીસે ધરપકડ કરી છે.
આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી પાયલ રાજપૂતનીની બર્થ ડે પાર્ટી સેલિબ્રેશન કરવા માટે BMW કારમાં નરેન્દ્ર ગોસાઈ, નીરવ શર્મા, મિતેષ રબારી એમ ત્રણ ઈસમો અમદાવાદથી વડોદરા આવ્યા હતા. પોલીસે હાલ આ ત્રણેય શખ્સ અને પાયલ રાજપૂત વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે નોંધનીય છે કે પોલીસે તમામ શખસની અચકાયત કરી લીધી છે. ઘટના સ્થળેથી પોલીસને પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube