જયંતિ સોલંકી/વડોદરા: હર ઘર તિરાંગ અભિયાનને સફળ બનાવવા માટે ગતરોજ મહારાજા સયાજીરાવ યુનિ.ના વિદ્યાર્થીને પંકજ જયસ્વાલ અને તેના મિત્રો સયાજીગંજ વિસ્તારમાં ઝંડા વહેંચી રહ્યાં હતા. આ દરમિયાન એક યુવકને તેમની સાથે માથાકુટ કરી ધમકાવવા માટે બંદુક જેવુ હથિયાર બતાવતા ચકચારી મચી હતી. જોકે આ ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવતા યુવકની ઓળખ છતી થઇ અને તેને ઝડપી લેવામાં આવ્યો હતો. જોકે તેની અંગ ઝડતી કરતા તેના થેલામાંથી ડ્રગ્સ મળી આવ્યું હતુ. જે અંગે પોલીસ પુછતાછ કરતા વડોદરાના મોટાભાગની યુવા પેઢીને ડ્રગ્સના રવાડે ચઢાવનાર ચિંતન ઉર્ફે ચિન્ટુનું નામ સામે આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ મામલાની ગંભીરતાથી તપાસ કરતા કબીર ખાન પઠાણના નવાયાર્ડ સ્થિત નિવાસ સ્થાને દરોડો પાડી તપાસ કરતા 4.37 ગ્રામ ચરસ અને થેલામાંથી 6.22 ગ્રામ એમ. ડી (મેથામ્ફેટામાઇન) ડ્રગ્સ મળી આવ્યું હતુ. કબીરખાન પાસેથી પોલીસને બંદુક જેવુ દેખાતુ લાઇટર પણ મળી આવ્યું હતું.


ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASIનો કેટલો પગાર વધ્યો? આ રહ્યું સીધું ગણિત


કબીર ખાન પાસેથી મળી આવેલુ MD DRUGS અને ચરસ અંગે એસ.ઓ.જી દ્વારા તેની પુછતાછ હાથ ધરવામાં આવી હતી. જે પુછતાછમાં માંજલપુર ખાતે રહેતા અને અગાઉ અનેક વખત ડ્રગ્સના કાળા કારોબારમાં સંડોવાયેલા ચિંતન ઉર્ફે ચિન્ટુનુ નામ ખુલ્યું હતુ. જેથી એસ.ઓ.જીની ટીમે ચિંતન ઉર્ફે ચિન્ટુના માંજલપુર યોગેશ્વર પાર્ક સ્થિત નિવાસ સ્થાને દરોડો પાડ્યો હતો. જેમાં તેના નિવાસ સ્થાનેથી 40.87 ગ્રામ MD, પેન્ટઝોશીન ઇન્જેક્શન બોટલ નંગ 20 મળી કૂલ રૂ. 5 લાખથી વધુનુ ડ્રગ્સ મળી આવ્યું હતુ.


જેથી આ મામલે પોલીસે ચિંતન ઉર્ફે ચિન્ટુ પટેલની પણ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ચિંતન ઉર્ફે ચિન્ટુ સામે અગાઉ પણ ડ્રગ્સની હેરાફેરી અને વેચાણ કરવાના મામલે ગુનાઓ નોંધાયેલા છે, અને તેની ધરપકડ પણ કરવામાં આવી છે. કહેવાય છે કે, ચિંતન ઉર્ફે ચિન્ટુ પટેલ એક સુખી સમ્પન્ન પરિવારમાંથી છે, તે પોતે પણ ડ્રગ્સનો આદી છે અને ત્યારબાદ રૂપિયા કમાવવા માટે તેને પોતાના અંગત મિત્રો અને ત્યારબાદ સંપર્કમાં આવતા શહેરના અનેક યુવાન-યુવતિઓને ડ્રગ્સના આદી બનાવી દીધા હતા.


ગોપાલ ઈટાલિયાનું નિવેદન: 'ગુજરાત પોલીસને વિનંતી છે કે જે આપ્યું છે તે લઈ લો, ગ્રેડ પે અરવિંદ કેજરીવાલ આપશે'


ચિંતન ઉર્ફે ચિન્ટુ મુંબઇથી બિંદાસ્ત ડ્રગ્સ લાવી વડોદરામાં વેચતો હતો. અનેક વખત ડ્રગ્સના મામલામાં તેનુ નામ પણ ખુલ્યું હતુ. લાંબા સુધી અંડરગ્રાઉન્ડ રહ્યાં બાદ ફરી એક વખત હવે ચિંતન ઉર્ફે ચિન્ટુનુ ડ્રગ્સના મામલામાં નામ સામે આવ્યું છે. 


ઉલ્લેખનીય છે કે, શહેરની દુમાડ ચોકડી પાસે સમા પોલીસે ત્રણ વર્ષ અગાઉ 95 ગ્રામના 5.70 લાખની કિંતમના મેથામ્ફેટામાઇ પાવડરના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યાં હતા. મુંબઇનો ડ્રગ ડિલર જફર અલીખાન દુમાડ ચોકડી સુધી આવીને બન્ને ડ્રગ્સ કેરીયરને નશીલો પાઉડર આપી ગયો હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસે બન્નેની ધરપકડ કરી જફર અલીખાન અને ડ્રગ્સ મંગાવનાર માંજલપુરના ચિંતન ઉર્ફે ચિન્ટુ પટેલને વોન્ટેડ જાહેર કર્યા હતા. ત્યારે મુંબઈના મકરાણી નામના સખ્સ પાસેથી દ્રગ્સ મંગાવતા હોવાની કબુલાત આરોપી કબીર ખાને કરી હતી. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube