ઝી બ્યુરો/વડોદરા: જો તમે પણ મહિલા પાસે મસાજ કરાવવાના શોખીન છો તો સુધરી જજો કારણ કે વડોદરાના એક મેડિકલ ઓફિસરને મહિલા પાસે મસાજ કરાવવો મોંઘો પડયો છે. ફેસબૂક પર અજાણી મહિલા સાથે મિત્રતા અને બાદમાં મસાજ માટેની ઓફરે મેડિકલ ઓફિસરને એવા ફસાવ્યા કે ખિસ્સા ખાલી કરવાનો વારો આવી ગયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 લોકસભામાં પ્રભુત્વ ધરાવતો સમાજ રૂપાલાથી નારાજ, ભાજપને દાવ ખેલ્યો પણ ઉંધો પડ્યો


વડોદરામાં એક મહિલા દ્વારા મેડીકલ ઓફિસરને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલવામાં આવી હતી, બાદમાં મસાજ કરાવવા બોલાવીને મેડિકલ ઓફિસરનો નિર્વસ્ત્ર થયેલો વિડીયો ઉતારીને હનીટ્રેપમાં ફસાવ્યાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. જેમાં મહિલાના સાગરીતોએ પોલીસ બનીને દરોડો પાડીને 10 લાખની માંગણી કરી 1 લાખ પડાવી લીધા હતા અને બાદમાં બાકીના રૂપિયાની ઉઘરાણી કરતા હતા. જોકે ભોગ બનનારે પોલીસનો સંપર્ક કરતા હનીટ્રેપ કરતી ટોળકી પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. 



'માત્ર 5 વ્યક્તિ ટેકો જાહેર કરે તે સમાજનું સમર્થન ન કહેવાય, જે આગેવાનો હતા તે ભાજપ..


પ્રાપ્ત મહિતી અનુસાર શહેરની ખાનગી કંપનીમાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા યુવકને થોડા દિવસ પહેલા જુહી લાબના નામની યુવતીની ફ્રેન્ડ રીક્વેસ્ટ ફેસબુક પર આવી હતી. જે ફ્રેન્ડ રીક્વેસ્ટ સ્વીકારીને યુવકે જુહી સાથે ચેટ શરુ કરી હતી. જુહીએ પોતે મસાજ થેરાપીસ્ટ તરીકેની ઓળખ આપીને મસાજ કરવવા માટેનો પ્રસ્તાવ મુક્યો હતો. જે બાદ યુવકે 1000રૂ.માં મસાજ કરાવવાનું નક્કી કર્યું હતું.


હવે ઉત્તર ગુજરાતનો વારો! કડાકા સાથે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, કચ્છનો પડશે વારો!


આ માટે યુવક જુહીના ઘરે ગોત્રી સંસ્કાર નગર ખાતે પહોચ્યો હતો. જ્યાં બેડરૂમમાં જઈને મસાજ માટે કપડા કાઢતાની સાથે જ ત્રણ ઇસમો ઘરમાં ધસી આવ્યા હતા અને પોલીસ પોલીસ હોવાની ઓળખ આપી હતી. પોલીસના સ્વાંગમાં આવેલા ત્રણ વ્યક્તિઓએ એપાર્ટમેન્ટમાંથી ફરિયાદ આવી છે. અહી ગેરકાયદે પ્રવૃત્તિ ચાલે છે તેમ કહીને એક અરજી જેવું કાગળ બતાવ્યું હતું. જયારે અન્ય એક વ્યક્તિએ યુવક અને જુહીનો વિડીયો ઉતારી લીધો હતો અને ફ્લેટ સીલ કરીને ધરપકડ કરવાની ધમકી આપી હતી.


રાજકોટમાં ઓલવાયું નથી, ત્યાં વડોદરામાં સળગ્યું! ભાજપની જૂથબંધી વોર્ડકક્ષાએ છતી થઈ


પોલીસના નામથી ડરી ગયેલા યુવકે બહાર જ પતાવટ માટે રજૂઆત કરતા જ પોલીસના સ્વાંગમાં આવેલા ગઠીયાઓએ 10 લાખ રૂ.ની માંગણી કરી હતી અને રૂપિયા નહિ આપે તો કેસ કરીશું તેવી ધમકી ઉચ્ચારી હતી. ફરિયાદી પાસે રૂપિયા નથી તેમ કહીને એટીએમ કાર્ડ ઘરે છે તેમ જણાવતા ત્રણેય ગઠિયાઓએ યુવકના ઘરે જઈને એટીએમ કાર્ડ લઈને 1 લાખ રૂ. ઉપાડી લીધા હતા. બાકીના રૂપિયા સાંજે આપવા પડશે નહિ તો વિડીયો વાયરલ કરીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી ઉચ્ચારી હતી.



કેરીનો સ્વાદ આ વખતે મોંઘો: આંખે અંધારા લાવશે કેરીની પેટીનો ભાવ, આ કારણોએ ભાવ વધ્યા 


બીજા દિવસે મસાજ માટે બોલાવનાર મહિલા જુહી લાબનાએ પણ ફોન કરીને ફરિયાદી પાસે રૂપિયાની માંગણી કરી હતી. અને રૂપિયા નહિ આપે તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ચીમકી ઉચ્ચારતા યુવકે ગોત્રી પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. ગોત્રી પોલીસે હનીટ્રેપ મામલે ફરિયાદ લઈને મહિલા જાગૃતિ ઉર્ફે જુહી, યોગેશ લવાણા, સની બારોટ,અનિલ બારોટની ધરપકડ કરીને ગુનામાં વપરાયેલી એક કાર કબજે લીધી છે.


સાબરકાંઠામાં જોવા મળ્યું ટ્રેલર, ફિલ્મ તો કાલે રાજકોટમાં દેખાશે! ઉગ્ર આંદોલનની ચીમકી


ઉલ્લેખનીય છે કે આરોપીઓ દ્વારા અગાઉ પણ આ પ્રકાર ના ગુના આચરાયા હોય તેવી પોલીસને શંકા છે.જેથી ગોત્રી પોલીસ દ્વારા સમગ્ર ગુનામાં અન્ય કોઈ આરોપી સામેલ છે કે કેમ તેમજ આરોપીઓ દ્વારા અગાઉ કોઈ ગુનાઈત પ્રવૃત્તિ આચરવામાં આવી છે કે નહિ તે દિશામાં વધુ તપાસ હાથ ધરવા માટે આરોપીઓ ના રિમાન્ડ મેળવવા ની તજવીજ હાથ ધરવામાં આવી છે.