રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરામાં માર્ગ અને મકાન વિભાગના ભ્રષ્ટાચારી અધિકારીઓના કારણે માત્ર 4 મહિના પહેલા બનેલા RCC રોડ તૂટી ગયા. વાઘોડિયા બાદ વડોદરાના રણોલીમાં 4 મહિના પહેલા બનાવેલ RCC રોડનું સરફેસ નીકળી ગયું, જેના કારણે રોડની કાંકરી અને માટી દેખાવા લાગી, તેમ છતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતે હદ વટાવી! ન ડમી ઉમેદવાર, ન પેપર લીકની ઝંઝટ,રૂપિયાવાળા છો તો સીધા બુક લઈ બેસો


વડોદરા નેશનલ હાઇવેથી રણોલી બ્રિજ તરફ જવાનો RCCનો રોડ માર્ગ અને મકાન વિભાગે 4 મહિના પહેલા અંદાજિત 6 કરોડના ખર્ચે બનાવ્યો હતો. માત્ર 4 મહિના પહેલા બનેલા રોડમાં કોન્ટ્રાકટર સંકલ્પ કંસ્ટ્રકશન દ્વારા ખૂબ તકલાદી મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાના કારણે RCC રોડનો સરફેસ નીકળી ગયો છે..રોડની કાકરી અને માટી દેખાવા લાગી છે..ડામર રોડ પર જ RCC રોડ બનાવવાનું મટીરીયલ કોન્ટ્રાક્ટરે નાખી દીધું હોવાની ફલિત થાય છે. મહત્વની વાત છે કે કોન્ટ્રાક્ટરે ટેન્ડરની શરતોનું પણ પાલન નથી કર્યું, છતાં વડોદરા શહેર માર્ગ એન્ડ મકાન વિભાગના અધિકારીઓએ જેમતેમ નિરીક્ષણ કરી કોન્ટ્રાકટરને બિલ પણ ચૂકવી દીધું છે. RCC રોડમાં ભ્રષ્ટાચાર બહાર ન આવે તે માટે હવે અધિકારીઓએ કોન્ટ્રાકટરને કહી ફરી એકવખત રીસર્ફેસિંગની કામગીરી શરૂ કરાવી છે પણ કામગીરીનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો.


ગુજરાતમાં ચોરી કાંડ: ફક્ત પાસ થવાની નહીં, પણ પૂરા માર્કસની ગેરન્ટી, આ 'VIP' નબીરાઓ..


વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રણોલી ગામ પાસે બનાવેલ RCC રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કર્યા છે, સાથે જ રોડની કામગીરીમાં હલકી કક્ષાનું મટીરીયલ વપરાયા હોવાનો પણ આક્ષેપ કર્યો...સાથે જ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાકટર વચ્ચે સાંઠગાંઠ હોવાની પણ વાત કરી. રણોલી ગામના સ્થાનિક લોકોએ પણ રોડના કામમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડ થયા હોવાનો આક્ષેપ કર્યો, તેમજ અધિકારીઓને ખરાબ રોડ માટે જવાબદાર ઠેરવ્યા છે. તેમજ હાલમાં RCC રોડ પર રીસર્ફેસિંગની જે કામગીરી શરૂ કરી છે એમાં પણ વેઠ ઉતારાતી હોવાનો આક્ષેપ કર્યો. 


ઘણા વર્ષો પછી આ લોકોનું નસીબ સંપૂર્ણ રીતે ચમકી જશે, બે મિત્ર ગ્રહના મળશે આશીર્વાદ


વડોદરા શહેર માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સહસ પટેલને જ્યારે RCC રોડના કામમાં ભ્રષ્ટાચાર અંગે પૂછવા ફોન કર્યો તો તેમને ઉડાવ જવાબ આપ્યો. સહસ પટેલે જ્યારે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરના માયબાય હોય એમ તેને બચાવવાની ભૂમિકામાં જોવા મળ્યા. કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરવાના બદલે RCC રોડ રણોલી ગામના ગેરેજના ધંધાર્થીઓના ભારે વાહનોના કારણે તૂટી ગયો હોવાનું બહાનું કાઢ્યું. સહસ પટેલની દેખરેખમાં જ કોન્ટ્રાક્ટરે RCC રોડના જગ્યાએ કેટલાક ભાગમાં ડામરનો રોડ બનાવી દીધો, જે અધિકારીને ન દેખાતા આશ્ચર્ય થાય તેવી વાત છે. સહસ પટેલ પોતાની કરતૂતનો પર્દાફાશ ન થાય તે માટે ઝી 24 કલાકની ટીમના સવાલોના જવાબ આપવાથી ભાગી રહ્યા છે.. સહસ પટેલ ફિલ્ડમાં હોવાનું બહાનું કાઢી પોતાની ઑફિસમાં પણ નોકરી પર હાજર ન રહી પોલ મારતા હોવાની પણ ચર્ચા છે. ત્યારે આવા અધિકારી અને રોડના કોન્ટ્રાકટર વચ્ચે શું સાંઠગાંઠ છે તેની તપાસ રાજ્ય સરકાર કરાવે તે ખૂબ જરૂરી છે..


ગુજરાતના આ 48 તાલુકાના ખેડૂત હોય તો જ રાખજો આશા, સરકારે આપ્યો છે મોટો ઠેંગો


વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આવી જ રીતે થોડાક દિવસ પહેલાં વાઘોડિયામાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા વ્યારા નવીનગરીથી ચેકડેમ સુધીનો RCC રોડ અને વાઘોડિયા સ્ટેટ હાઇવેથી APMC સુધીનો RCC રોડના સેમ્પલ લેવડાવી લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલ્યા હતા. જે સેમ્પલનો રિપોર્ટ ફેઈલ આવ્યો. ત્યારબાદ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી પુરાવા સાથે રજૂઆત કરી અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને રોડના કોન્ટ્રાકટર રણજીત કંસટ્રકશન સામે કાર્યવાહીની માંગ કરી. ધારાસભ્યને પત્ર લખી 3 દિવસ થયા હોવા છતાં હજી સુધી કોન્ટ્રાકટર સામે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ કોઈ કાર્યવાહી નથી કરી. વાઘોડિયા માર્ગ અને મકાનના અધિકારી સી કે જોશી અને જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર નૈનેશ નાયકાવાલાને જાણે રોડના કૌભાંડી કોન્ટ્રાકટરને બચાવવાનો અને છાવરવાનો રસ હોય તેવું લાગી રહ્યું છે. ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સી કે જોશીની નાક નીચે RCC રોડનું કૌભાંડ થયું છતાં એમને અફસોસ નથી. જ્યારે સી કે જોષીના ઉપરી અધિકારી એક્ઝિક્યુટિવ એન્જિનિયર નૈનેશ નાયકાવાલાને જાણે તમાશો જોવા જ રસ હોય એમ લાગી રહ્યું છે. 


જાણો રેલવેમાં TTEને કેટલી મળે છે સેલરી, જાણો TTE ને બનવા માટે શું હોય છે પ્રોસેસ


એક્ઝિક્યુટિવ એન્જિનિયર નૈનેશ નાયકાવાલા અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સી કે જોશીને વારંવાર ફોન કરવા છતાં તેમને કોઈ જવાબ નહિ આપ્યો. બંને અધિકારીઓનો જાણે કોન્ટ્રાકટરના કૌભાંડમાં ભાગ હોય એમ લાગી રહ્યું છે. જેમની જવાબદારી છે એવા અધિકારીઓએ તો RCC રોડનું કૌભાંડ ન પકડ્યું પણ ધારાસભ્યએ કૌભાંડ પકડી પાડ્યું છતાં બંને અધિકારીના પેટનું પાણી નથી હલતું. હજી સુધી રોડના કોન્ટ્રાકટરને નોટિસ પણ નથી આપવામાં આવી. કોન્ટ્રાક્ટરે ટેન્ડરની શરતોનો ભંગ કર્યો અને હલકી કક્ષાના ગુણવત્તાનું મટીરીયલ વાપર્યું છતાં કોન્ટ્રાકટરનું રોડનું બિલ મંજૂર કરી દેવાયુ. 


સહાય પેકેજ: 33 ટકાથી વધારે પાકને નુક્સાન થયું હોય તો જ સહાય, નિયમોની આંટીઘૂંટીમાં..'


માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ એટલા કૌભાંડ કરવામાં એટલા સ્માર્ટ થઈ ગયા છે કે RCC રોડના જે સેમ્પલ લે છે તેમાં પણ શેટિંગ કરી સેમ્પલ પાસ કરાવી દે છે. લેબમાં રોડના સેમ્પલ પાસ કરવાનું પણ મોટું કૌભાંડ ચાલી રહ્યું હોય તેવું લાગે છે, ત્યારે જો સરકાર રોડના કામોમાં વિજિલન્સ તપાસ કરાવે અને અધિકારીઓની મિલકતોની પણ તપાસ કરાવે તો જનતાના ટેક્સના રૂપિયા ક્યાં જાય છે તેની હકીકત સામે આવી જાય. 


ફોર્બ્સના કવર પેજ પર સુરતના અશ્વિન દેસાઈ છવાયા, અબજોપતિની યાદીમાં મેળવ્યું સ્થાન


વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પર કોન્ટ્રાકટર સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાનો આક્ષેપ કર્યો, સાથે જ RCC રોડના કૌભાંડમાં અધિકારીઓ કોન્ટ્રાકટરને છાવરતા હોવાનો પણ આક્ષેપ કર્યો. તેમજ વડોદરા માર્ગ અને મકાન વિભાગ ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાનો પણ આક્ષેપ કર્યો.