ઉત્તરાયણના 15 દિવસ બાદ પતંગની દોરીથી ગોઝારી ઘટના; યુવાનનું ગળું કપાયું, લોહીના ફુવારા ઊડ્યા
મકરપુરા GIDC રોડ ઉપરથી વિપુલ પટેલ પોતાની બાઇક ઉપર નોકરી જઇ રહ્યાં હતાં. આ દરમિયાન તેમના ગળામાં પતંગની દોરી ભરાતા તેઓ બાઇક ઉપરથી નીચે પટકાયા હતા. ત્યારે તરત જ સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને જોતજોતામાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું.
ઝી બ્યુરો/વડોદરા: ઉત્તરાયણનો તહેવાર પંદર દિવસ જેટલો સમય પુરો થયો છતાં વડોદરામાં એક ગોઝારી ઘટના બની છે. ઉત્તરાયણના 15 દિવસ બાદ પણ વડોદરામાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું છે. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ધારદાર દોરીથી ગળું કપાતા મોટી માત્રામાં લોહી વહી ગયું હતું. સ્થાનિક લોકોએ ગંભીર ઇજાગ્રસ્ત યુવાનને 108 એમ્બ્યુલન્સ બોલાવી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
તૈયારી રાખજો! ગુજરાત પોલીસમાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે આનંદો; આવે છે મોટી ભરતી
નોકરી જતાં યુવકનું પતંગની દોરીથી ગળુ કપાયું
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મકરપુરા GIDC રોડ ઉપરથી વિપુલ પટેલ પોતાની બાઇક ઉપર નોકરી જઇ રહ્યાં હતાં. આ દરમિયાન તેમના ગળામાં પતંગની દોરી ભરાતા તેઓ બાઇક ઉપરથી નીચે પટકાયા હતા. ત્યારે તરત જ સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને જોતજોતામાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. વિપુલ પટેલના ગળામાં દોરી એટલી અંદર સુધી વાગી હતી કે લોહી વહેવા લાગ્યું હતું. સ્થાનિકોએ આ ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સને કરતા એમ્બ્યુલન્સ પણ ગણતરીની મિનિટોમાં આવી પહોંચી હતી. 108ના કર્મચારીઓએ વિપુલ પટેલને હોસ્પિટલમાં રવાના કર્યા હતાં.
વડોદરા ભાજપમાં વિવાદ; ચૂંટણી પહેલાં નથી બધુ ઓલ વેલ? પાલિકાના નેતાઓને સુરતનું તેડું!
વિપુલ પટેલના ગળામાં દોરી આવી જતાં લોહીના ફુવારા ઊડવા લાગ્યા હતા. જોતજોતાંમાં વિપુલ આખો લોહીથી લથપથ થઇ ગયો હતો. લોકોએ ગળા પર રૂમાલ અને કપડું મૂકી લોહીને વહેતું અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. વિપુલ પટેલના શરીરમાંથી લોહી વહી જવાના કારણે તે સ્થળ પર ઊંધા પડ્યા હતા. તે દરમિયાન 108 એમ્બ્યુલન્સ કર્મચારીઓ અને લોકોની મદદથી હોસ્પિટલમાં રવાના કર્યા હતા. આ ઘટનાને પગલે ટોળે વળેલા લોકોએ ધારદાર દોરી સંપૂર્ણ બંધ કરાવી દેવી જોઇએ એવો રોષ પણ ઠાલવ્યો હતો.
ગુજરાતની 26 લોકસભા બેઠકો પર રાષ્ટ્રીય પરિષદના સભ્યોની જાહેરાત, જાણો સમગ્ર લિસ્ટ