રવિ અગ્રવાલ/વડોદરા: ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં આજે મોટો વિસ્ફોટ થયો છે, આજે રાજ્યમાં કોરોનાના નવા 70 કેસ નોંધાતા ચકચાર મચી છે. તો બીજી તરફ 28 દર્દી રિકવર પણ થયા છે. આજે વડોદરામાં કોરોના કેસમાં એકાએક વધારો થતા તંત્ર એક્શનમાં આવી ગયું છે. વડોદરામાં આજે કોરોનાના 12 નવા પોઝિટિવ કેસ આવ્યા છે. વડોદરામાં આજે નોંધાયેલા કેસની વાત કરીએ તો સાંકરદા, દિવાળીપુરા, માંજલપુર,  તાંદલજા, દંતેશ્વર અને જેતલપુર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 8 દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા પણ અપાઈ છે. વડોદરામાં હાલમાં કોરોનાના 59 પોઝિટિવ એક્ટિવ કેસ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સચિવાલયમાં કોરોનાની એન્ટ્રી
ફરી એકવાર ગાંધીનગરના સચિવાલયમાં કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. આજે સચિવાલયમાં વર્ગ એકના અધિકારી કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સચિવાલયમાં વર્ગ એકના અધિકારીએ રિપોર્ટ કરાવતા તેમનો કોરોના રિપોર્ટ આજરોજ આવ્યો હતો, જેમાં તેઓ પોઝિટીવ આવ્યા છે. સંક્રમિત અધિકારીની સાથે રહેતા કર્મચારીઓને પણ હોમ કવોરંટાઇન કરવામાં આવ્યા છે.


ગુજરાતમાં આજના નવા કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 13, જામનગર કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશનમાં 09, વડોદરા 6, વડોદરા કોર્પોરેશન 6, નવસારી 5, વલસાડ 5, આણંદ 4, કચ્છ 3, રાજકોટ કોર્પોરેશનમાં 3, ભાવનગર કોર્પોરેશન 2, ગાંધીનગર કોર્પોરેશન 2, રાજકોટ 1, તાપી 1 આ પ્રકારે કુલ 70 કેસ નોંધાયા છે.


હાલ રાજ્યમાં કુલ 459 એક્ટિવ કેસ છે. જે પૈકી 08 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 451 નાગરિકો સ્ટેબલ છે. બીજી તરફ 8,17,389 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10095 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતની વાત છે કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. 


અત્યાર સુધીમાં કુલ 8,17,389 અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.73 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી આગળ વધી રહી છે. આજે કુલ રસીના 3,75,888 ડોઝ આપવામાં આવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube