હાર્દિક દીક્ષિત/વડોદરા : ગુજરાત બ્રેકીંગ વડોદરા SOG PI દેસાઈના પત્ની સ્વીટી પટેલ ગૂમ થવાનો મામલે ગૃહમંત્રીએ મહત્વના આદેશ આપ્યા હતા. સ્વીટી પટેલ ગૂમ થવાના મામલામાં પોલીસની વિદેશમાં પણ પૂછપરછ ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતરાઈની પૂછપરછ કરવામાં આવી હતી. સ્વીટી પટેલના પૂર્વ પતિની ઓનલાઇન પૂછપરછ કરવામાં આવી હતી. સ્વીટી પટેલના 17 વર્ષના પુત્ર રિધમને પણ પોલીસે સવાલો કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચકચારી સ્વીટીબેન પટેલ ગુમ થયાના કેસમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. સ્વીટીબેન પટેલ ગુમ થયાની કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ અને રાજ્ય એટીએસ કરશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વડોદરા જિલ્લાના ચકચારી સ્વીટીબેન પટેલ ગુમ થયાના કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ અને રાજ્ય એટીએસને સોંપવાની જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યુ કે, ટેકનિકલ અને એફએસએલની મદદની આધારે આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. 


શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ ઉપરાંત આવશ્યકતા અનુસાર શંકાસ્પદ લોકોના એસડીએસ, પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરવાની કાર્યવાહી કરવામા આવી રહી છે. વડોદરા શહેરની મુલાકાત દરમિયાન ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ શહેર કાયદો અને વ્યવસ્થાની પદાધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા કરવાની સાથે શી ટીમના કાઉન્સિંલિગ એન્ડ ટ્રેનિંગ સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube