રવિ અગ્રવાલ/વડોદરા : શહેર હવે ધીમે ધીમે ધર્માંતરણ માટેનું હબ બનતું હોય તેમ લાગી રહ્યું છે. મુસ્લિમ ધર્મના ધર્માંતરણની શાહી હજી સુકાઇ નથી ત્યાં ક્રિશ્ચિયન ધર્મ પર પણ આ પ્રકારના આરોપો લાગ્યા છ. સલાઉદ્દીનનો ધર્માંતરણનો કેસ હજુ તપાસ હેઠળ છે, તેવામાં મધર ટેરેસા આશ્રમમાં ધર્મપરિવર્તન કરાવતા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટવાસીઓ માટે સૌથી મોટા સમાચાર: શંકાસ્પદ ત્રણ સ્થાનિક દર્દીઓનો એમિક્રોન રિપોર્ટ શું આવ્યો?


વડોદરાના મકરપુરામાં મિશનરીઝ ઓફ ચેરીટી મધર ટેરેસા આશ્રમ દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ નામની સંસ્થા આવેલી છે. જેમાં સંસ્થાની ચાઇલ્ડ વેલ્ફેર કમિટી વડોદરાના ચેરમેન શંકરલાલ ત્રિવેદી તેમજ કમિટી સભ્યો દ્વારા 9 ડિસેમ્બરના રોજ મુલાકાત લીધી હતી. કમિટીની મુલાકાત દરમિયાન સંસ્થામાં ચાલતી ધર્મપરિવર્તન અંગેની માહિતી મળી હતી. જે માહિતીના આધારે તેઓએ 11 ડિસેમ્બરના રોજ જિલ્લા કલેક્ટરને મકરપુરા રોડ સ્થિત મિશનરીમા ચાલતી પ્રવૃત્તિઓ અંગે આક્ષેપ કરતી લેખિત રજૂઆત કરી હતી. જે રજૂઆતના આધારે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અમિત વસાવાએ ઇન્ચાર્જ સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદીને મિશનરીઝ ઓફ ચેરીટી દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ સામે ફરિયાદ કરવા હુકમ કર્યો હતો. જે હુકમના આધારે તેઓએ મિશનરીઝ સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.


ઉઠા ભણાવે શિક્ષકો તો ક્યાંથી ભણે ગુજરાત? પેપરમાં એક અક્ષર પણ ન પાડ્યો, છતાં 12 માર્ક્સ, નોંધમાં લખ્યું - ‘અક્ષર સારા કરો’


વડોદરાના ઇન્ચાર્જ સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદીએ ફરિયાદ નોધાવી છે. ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા જિલ્લા કલેક્ટરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, સંસ્થામાં રહેતી પંજાબી પરિવારની બાળકીનું લગ્ન ખ્રિસ્તી ધર્મ પ્રમાણે કરાવવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા બાળકીઓને ભોજનમાં વેજ અને નોનવેજ આપવામાં આવે છે. બાળકીઓને ક્રોસ પહેરાવવામાં આવે છે. સંસ્થામાં બાઇબલ અને ક્રિશ્ચિયન ધર્મને લગતા પુસ્તકો વાંચવા માટે મુકવામાં આવતો હોવાનો આક્ષેપ સંસ્થામાં રહેતી વસાવા જાતિની યુવતીએ કમિટીની મુલાકાત દરમિયાન કર્યો હતો. સંસ્થા દ્વારા બાળકીઓને ધર્મપરિવર્તન કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. સંસ્થામાં આવતી બાળકીઓના રિપોર્ટ કરવામાં આવતો નથી. સંસ્થાએ ધર્મપરિવર્તનના તમામ આક્ષેપો ખોટા હોવાનો દાવો કર્યો, સાથે જ તેમની સંસ્થામાં યુવક યુવતીઓ રહી અભ્યાસ કરતાં હોવાની વાત કરી. સંસ્થામાં રહેતી યુવતીઓનું ધર્મપરિવર્તન કરાવવામાં આવતું હોવાની ફરિયાદ દાખલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. સમગ્ર કેસની તપાસ એસીપી કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે, સાથે પોલીસે મધર ટેરેસા આશ્રમના સંચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube