‘ખાસ’ પ્રકારના કપડાની વેરાયટી માટે ફેમસ છે વડોદરા
જ્યાં ગુજરાતનું પાટણ પટોળા માટે ફેમસ છે, તેમ વડોદરા પોતાના બરોડા પ્રિન્ટના ફેબરિક માટે ફેમસ છે. સિલ્ક અને કોટન બંને પ્રકારના કપડા પર બરોડા પ્રિન્ટનું છાપકામ કરવામાં આવે છે. આવો જાણીએ વડોદરાની કઈ જગ્યાઓ ફેમસ છે.
વડોદરા/ગુજરાત : વડોદરા ગુજરાતનું ત્રીજું મોટું શહેર છે, જે વિશ્વામિત્રી નદીના તટ પર આવેલું છે. આ શહેર અનેક રીતે ખાસ છે. કુદરતની સુંદર કલાકારી, સુંદર ભવ્ય ઐતિહાસિક ઈમારતો, નવરાત્રિમાં ગરબા નૃત્યની અનોખી પરંપરા જોવા માટે દેશદુનિયામાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે. આ બધામાં વડોદરા એક બેસ્ટ શોપિંગ ડેસ્ટિનેશન પણ છે. જ્યાં ગુજરાતનું પાટણ પટોળા માટે ફેમસ છે, તેમ વડોદરા પોતાના બરોડા પ્રિન્ટના ફેબરિક માટે ફેમસ છે. સિલ્ક અને કોટન બંને પ્રકારના કપડા પર બરોડા પ્રિન્ટનું છાપકામ કરવામાં આવે છે. આવો જાણીએ વડોદરાની કઈ જગ્યાઓ ફેમસ છે. ખાદી ભંડાર વડોદરાનું સૌથી પોપ્યુલર માર્કેટ છે. અલગ અલગ પ્રકારના હેન્ડીક્રાફ્ટ્સ, ફેબરિક અને રેડી યુ વેર ગારમેન્ટ્સની ખરીદી માટે અહીં જરૂર આવવું. વડોદરામાં શોપિંગ કોઈ ફનથી ઓછું નથી. ચારે તરફ ટાઈ એન્ડ ડાય અન બ્લોક પ્રિન્ટેડ આઉટફિટ્સથી સજેલી દુકાનો તમને શોપિંગ કરવા માટે મજબૂર કરી દેશે.
માંડવી માર્કેટ
ટ્રેડિશનલ ફુટવેર, એસેસરીઝ અને કપડાની ખરીદી કરવી હોય તો માંડવી માર્કેટ જવું. જ્યાંથી શોપિંગ કરવું બેસ્ટ ગણાય છે. એમ્બ્રોઈડ ફેબરિક અને વોલ હેંગિંગ્સની અહીં અઢક વેરાયટી ઉપલબ્ધ છે.
નવા બજાર
વડોદરા બાંધણી અને ટ્રેડિશનલ ઘાઘરા-ચોલી માટે પણ પ્રખ્યાત છે. જો તમે અહીં તેનું શોપિંગ કરવા માંગો છો, તો આ માર્કેટમાં આવો. અહીં તમને હેન્ડીક્રાફ્ટ્સ, એમ્બ્રોઈડ વર્ક, મિરર અને બીડેડ વર્કથી સજેલી ભરપૂર ચીજવસ્તુઓ મળી શકશે.
[[{"fid":"190870","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"tieandDi.jpg","field_file_image_title_text[und][0][value]":"tieandDi.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"tieandDi.jpg","field_file_image_title_text[und][0][value]":"tieandDi.jpg"}},"link_text":false,"attributes":{"alt":"tieandDi.jpg","title":"tieandDi.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
મંગળબજાર/ન્યાયમંદિર
આ માર્કેટમાંથી તમે દરેક પ્રકારની વસ્તુઓ ખરીદી શકો છો. જે તમારા બજેટને પણ પરવડશે. આ માર્કેટમાં સવારથી રાત સુધી લોકોની ભીડ જોવા મળે છે. દેશનું સૌથી જૂનુ શોપિંગ માર્કેટ વડોદરાના રાજવી પરિવારે બનાવ્યું હતું, જ્યાં હવે ન્યાયાલય છે. આ માર્કેટમાં તમને એથનિક વેરની અઢળક વેરાયટી મળી રહેશે. જૂના તથા નવા, સ્ટાઈલિશ અને ટ્રેન્ડી આઉટફિટ્સની અહી ભરમાર છે. વડોદરા ઈન્ડસ્ટ્રીયલ એરિયા હોવાથી, અહીં ફર્નિચર, ટેક્સટાઈલ અને હેન્ડીક્રાફ્ટ્સ આઈટમ્સ પણ સારી મળે છે. જો તમે નવરાત્રિના સમયમાં વડોદરા આવો છો, તો આ માર્કેટ તમારા માટે કોઈ શોપિંગ પેરેડાઈઝથી ઓછું નહિ ગણાય.
મદાર માર્કેટ
વડોદરામાં આઉટફિટ્સ ખરીદીમાં આ માર્કેટ પણ પોપ્યુલર છે. જે માત્ર શોપિંગનો અડ્ડો જ નથી, પરંતુ હવે અહીં જેન્ટ્સ ગારમેન્ટ્સની દુકાનો પણ ખૂલી ગઈ છે. ટાઈ એન્ડ ડાઈવાળા આઉટફિટ્સની ખરીદી કરવી છે, તો આ માર્કેટમાં જરૂર જવું. અહીં બ્લોક પ્રિન્ટ, એથનિક આઉટફિટ, મિરર વર્કથી સજેલ ગારમેન્ટ તથા જ્વેલરી પણ મળી રહેશે.
વડોદરાના આ તમામ માર્કેટ સિટી વિસ્તારમાં આવેલા છે. જ્યાં તમને જૂનુ વડોદરા, જૂની પરંપરા જોવા મળશે. વડોદરાના મધ્યમાં આવેલ પ્રખ્યાત સૂરસાગર લેકથી આ તમામ માર્કેટ નજીકના અંતરે છે.
ખંડેરાવ માર્કેટ
ખંડેરાવ માર્કેટ વડોદરાના બેસ્ટ માર્કેટમાંનુ એક છે. પણ તે કોઈ ગારમેન્ટ માર્કેટ નથી. આ બજારમા જન્મથી મૃત્યુ સુધીની દરેક વસ્તુ મળી રહે છે. આ માર્કેટમાં શાકભાજી અને ફ્રુટ્સ માર્કેટ પણ આવેલું છે. આ માર્કેટનું નિર્માણ પણ રાજ પરિવારે જ કર્યું હતું. વડોદરાના પહેલા મહારાજા ખંડેરાવ ગાયકવાડના નામ પર આ માર્કેટનું નામ રાખવામાં આવ્યું છે. જે ખાસ કરીને ફૂલો અને ઘરના સામાનની શોપિંગ માટે ફેમસ છે. અહીં શોપિંગ માટે શાનદાર અને હેરિટેજ બિલ્ડિંગ આવેલે છે. જ્યાં તમે મરાઠા અને જૈન વાસ્તુશિલ્પની કારીગરી જોઈ શકો છો. આ માર્કેટમાં લાઈનબંધ સ્ટોલ અને દુકાનો આવેલા છે.