જૈન મુનિ સૂર્યસાગર મહારાજ બરાબરના બગડ્યા! કહ્યું, યોગી આદિત્યનાથ પાસેથી કંઈક શીખો
Jain Muni Suryasagar Maharaj Viral Video : વડોદરામાં ભાજપ કોર્પોરેટરના દીકરાની હત્યા થઈ જાય ને કંઈ કરી શકતા નથી, તમારી સત્તા છતાં ભીખ માગો છો... જૈન મુનિ સૂર્યસાગર મહારાજનું નિવેદન
Vadodara News : વડોદરામાં ભાજપના નેતાના દીકરાની હત્યા પર રાજનીતિ રમાઈ રહી છે. ત્યારે ગુજરાતની સુરક્ષા પર જાણીતા જૈન મુનિ આચાર્ય સૂર્ય સાગર મહારાજે સવાલો ઉઠાવ્યા છે. તેમણે એક વીડિયોના માધ્યમથી વડોદરાના નેતાઓના ધરણા પ્રદર્શન પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, વડોદરા નેતાઓ લાશ પર રાજનીતિ કરે છે. જ્યારે પૂર આવ્યું ત્યારે કેમ ધરણા પર ન બેઠા? આમ, ભાજપા પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની હત્યા મુદ્દે વડોદરાના નેતાઓને જૈન મુનિએ આડે હાથ લીધા હતા. ત્યારે જૈન મુનિ સૂર્ય સાગર મહારાજનો વીડિયો હાલ વાયરલ થયો છે.
જૈન મુનિ સૂર્ય સાગર મહારાજે કહ્યું કે, પોલીસની નજર સામે જ હત્યા થઈ છતાં દિગ્ગજ નેતાઓ આ મામલે ચૂપ છે. રાજસત્તા તમારી પાસે છે, તો કોઈ નક્કર કાર્યવાહી કેમ નહીં થતી. સ્થાનિક નેતાઓએ ન્યાય માટે ભીખ કેમ માગવી પડે છે ? પૂર દરમિયાન પણ 15 લોકોના મોત થયા હતા ત્યારે પણ નેતાઓ કેમ ધરણાં પર ન બેઠાં ?
તેમણે કહ્યું કે, ગુજરાતમાં પોલીસ પ્રશાસન બિલકુલ નકામુ બની ગયું છે. અહીં દિવસેને દિવસે બળાત્કાર, હત્યા અને રેપ થઈ રહ્યાં છે. પરંતું તેઓ કંઈ કરી નથી રહ્યાં. ક્યારેય કોઈ હત્યા કરનાર કે બળાત્કારીનું એન્કાઉન્ટર થયું હોય તેવું સાંભળ્યું છે ખરું. અહીં ભાજપની જ સત્તા છે, પરંતું ભાજપના જ કોર્પોરેટરની હત્યા થઈ જાય છે. ભાજપના નેતાઓ પોલીસ સ્ટેશન સામે ધરણા કરે છે. નાટક કરે છે. અરે તમે લાશ પર નાટક કરો છો. તમારી પાસે તાકાત નથી. શું તમારી પાસે રાજસત્તા હોવા છતાં પણ આવું નાટક કરો છો તો સત્તા છોડી દો. તમને સત્તામાં રહેવાનો અધિકાર નથી. કોઈ નેતા એમ પણ બોલ્યા કે ડીસીપીને થપ્પડ મારી દો. આ શું રાજનીતિ ચાલી રહી છે. તમારામાં ક્ષમતા નથી તો રાજનીતિમાંથી સંન્યાસ લઈ લો. અમારા જેવા સંન્યાસી કંઈક બોલે તો અમને ફોન પર ધમકાવવામાં આવે છે. તમે મારું કઈ કરી શ્કતા નથી. ક્યારેક તો હું ખુદ સત્તા પર આવીશ તો તમને બતાવીશ કે સત્તા કેવી રીતે ચલાવવામાં આવે છે. પોલીસની સામે મર્ડર થાય છે પણ કંઈ થતુ નથી. તમે લાશ પર રાજનીતિ કરો છો. તમારી સત્તા છે. યોગી આદિત્યનાથ પાસેથી કંઈક શીખો.
અમદાવાદીઓને જલસા પડી જાય તેવી સરકારની જાહેરાત, આવી રહ્યાં છે 3 મોટા પ્રોજેક્ટ
આમ, જૈન મુનિનાં આકરા પ્રહારો કરતો આ વીડિયો વાઇરલ થતાં રાજકીય વર્તુળ તેમજ પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.
આ પહેલા VMCના સત્તાધીશોને લીધા આડેહાથ
સપ્ટેમ્બર મહિનામાં જ્યના વિવિધ જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિને લઈ તંત્ર પર લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારે વડોદરામાં દર વર્ષે પૂરની સ્થિતિનું નિર્માણ થતા લોકોનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો હતો. તે સમયે જૈન આચાર્ય સૂર્યસાગર મહારાજ પણ વડોદરાની સ્થિતિને લઈને બરાબરના વરસ્યા હતા. જૈન આચાર્ય સૂર્યસાગર મહારાજે પણ પૂર મુદ્દે વડોદરાના સત્તાધીશોને આડેહાથ લીધા હતા. સૂર્યસાગર મહારાજએ કહ્યું કે, વર્ષો પહેલા 30થી 35 તળાવો હતા જે ગાયબ થઈ ગયા છે. જો એ તળાવો હોત તો વડોદરાની આ હાલત ન થઈ હોત. વધુમાં કહ્યું કે, વરસાદનું પાણી તે સમયે તળાવમાં જતુ હતું. ભ્રષ્ટ નેતાઓએ તળાવોની જગ્યા બિલ્ડરોને આપી દેતા વડોદરા દર વરસાદે ડૂબે છે. વડોદરા શહેર અત્યારે ભ્રષ્ટાચારનો અડ્ડો બન્યું છે. સૂર્યસાગર મહારાજે શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ પર પણ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, વિજય શાહે વડોદરા માટે કંઈ કર્યું નથી. 10 કે 12 ઈંચ વરસાદથી વડોદરામાં ક્યારે પણ પૂર આવતો ન હતો. વડોદરામાં પહેલા 30થી 35 તળાવ હતા જેનાથી જો વધુ વરસાદ આવતો તો વરસાદનું પાણી તે તળાવમાં જતો રહેતો હતો. પરંતુ તળાવો બિલ્ડરોને વેચી દીધા છે અને ભ્રષ્ટાચાર કરી લીધું છે. જેનાથી આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે.
ગુજરાતી યુવકના પ્રેમમાં પડી ફિલીપાઈન્સની યુવતી! લગ્ન માટે સાત સમુંદર પાર આવી પહોંચી