રવિ અગ્રવાલ/વડોદરા: લસણની ચટણીના રસિયાઓ માટે આ સમાચાર ઝાટકારૂપ છે. હવે લસણની ચટણી ખાતા પહેલા સો વાર વિચારજો. કારણ કે વડોદરાના કારેલીબાગમાં ખુલ્લા પગે ખૂંદીને બનાવાય છે લસણની ચટણી. અહીં ખુલ્લેઆમ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, પણ વડોદરા કોર્પોરેશનના ફૂડ ચેકિંગ વિભાગ આ વાતથી અજાણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં એક મહિલા લસણને પગથી છુંદીને ચટણી બનવાતી જોવા મળી છે. સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થયો છે. આ દ્રશ્યો જોઈને કોઈને પણ વોમિટ થઈ શકે છે. પરંતુ આ હકીકત છે. કારેલીબાગ નજીક ઈન્દીરાનગર વિસ્તારમાં રહેતા લોકો લસણની ચટણી બનાવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા 20 કિલો જેટલું લસણ મોટા વાસણમાં પગથી પિલી રહી છે. મહિલાના કહેવા મુજબ મોટી મોટી હોટલમાં આ ચટણી સપ્લાય થાય છે. આ મહિલાએ તો એટલે સુધી ખુલાસો કર્યો કે અમે ક્યારેય ક્યારેક દવા બનાવવા માટે પણ લસણની ચટણી મોકલીએ છીએ. જુઓ લસણને પગથી છૂંદીને ચટણી મહિલાનો આ વિડીયો....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube