રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાની ક્ષમા બિંદુએ આખરે પોતાની સાથે આત્મવિવાહ કરી લીધા છે. ગણતરીના લોકોની હાજરીમાં તેણે ઘરમાં જ લગ્નવિધિ કરી હતી. જ્યાં તેણે હળદી સમારોહથી લઈને સાત ફેરા સુધીની વિધિઓ કરી હતી. આત્મવિવાહના ઉઠેલા વિરોધને કારણે તેણે નક્કી કરેલી તારીખના બે દિવસ પહેલા જ તેણે ઘરે સાદગીથી લગ્ન કરી લીધા હતા. આમ, દેશમાં પહેલા આત્મવિવાહ સંપન્ન થયા છે અને ક્ષમા આત્મવિવાહ કરનારી દેશની પહેલી યુવતી બની છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્ષમા બિંદુએ 8 જૂને સાંજે પોતાના ઘરે જ આત્મવિવાહ કરી લીધા હતા. ક્ષમાએ અગાઉ 11 જૂને લગ્ન કરવાની જાહેરાત કરી હતી. ક્ષમાના આત્મવિવાહને લઈ ભાજપ નેતા સુનિતા શુક્લએ વિરોધ કર્યો હતો. મંદિરમાં આત્મવિવાહ કરવાનો વિરોધ થતાં તેમણે ઘરે જ લગ્ન કર્યા હતા. ક્ષમાએ 8 થી 10 મિત્રોની હાજરીમાં આત્મવિવાહ કર્યા હતા. પૂજારી ન મળતાં બ્લુ ટૂથ પર મંત્ર વગાડી પોતાને જાતે ફેરા ફરી લીધા હતા. આમ, ક્ષમાએ વિરોધના ડરે ગુપ્ત રીતે આત્મવિવાહ કર્યા છે. 


હિન્દુ રીતિરવાજ પ્રમાણે જેમ વર અને કન્યા હોય છે, તેમ તે કન્યા પણ બની અને વર પણ બની. આ પળને ખાસ બનાવવા માટે તેણે અરીસામાં પોતાનુ પ્રતિબંધ જોયુ હતું. તેને જીવનમાં પુરુષની જરૂર નથી. ત્યારે સવાલ એ છે કે, શું આ લગ્નની માન્યતા ભારતમાં છે કે કેમ.


મનોચિકિત્સકના મતે, આ કોઈ માનસિક વિકૃતિ નથી
ક્ષમાના આત્મવિવાહ વિશે મનોચિકિત્સક પ્રશાંત ભીમાણી સમાજમાં આત્મવિવાહ સ્વીકાર્ય નથી, કાયદાકીય રીતે પણ સ્વીકાર્ય નથી. પણ ક્ષમાએ જે કર્યુ તે સેલ્ફ લવ છે અને તે લોકોથી થાકેલી વ્યક્તિ છે તે સ્પષ્ટ દેખાય છે. તેને લગ્નની પ્રોસેસ એન્જોય કરવી છે પણ વ્યક્તિ જીવનમાં નથી જોઈતી. માનસિક રીતે નક્કી છે કે તે ઈચ્છે છે કે લોકો તેના પર ધ્યાન આપે. પણ, ક્ષમા બિંદુ મનોરોગી નથી અને આ માનસિક વૃત્તિ પણ નથી. આ એક પ્રકારનુ અલગ વર્તન છે તેવુ કહી શકાય. પણ, તે સમાજથી અલગ વ્યક્તિ છે તેવુ ન કહી શકાય. આપણે જ્યારે પહેલીવાર ગે મેરેજની વાત સાંભળી ત્યારે પણ ધ્રાસ્ક લાગ્યો હતો. તેઓનું વર્તન માત્ર સમાજથી અલગ છે. 


હિન્દુ ધર્મ પ્રણાલીમાં 8 પ્રકારના લગ્ન છે, તેમાં આત્મવિવાહ નથી
તો જ્યોર્તિનાથ મહારાજે આ લગ્ન વિશે કહ્યુ કે, સમાજમાં આ જે રીત છે તે ઘેલછા છે. તે વિકૃતિ નથી, આજના યંગસ્ટર્સમાં ટ્રેન્ડ થવું બધાને ગમે છે. બાકી હિન્દુ ધર્મના પ્રણાલીમાં 8 પ્રકારના લગ્ન છે, તેમાં આ લગ્નને મંજૂરી નથી.