વગદાર પરિવારોએ પોતાની તમામ પ્રકારની પહોંચનો ઉપયોગ કર્યો, પોલીસે ઉદ્યોગપતિઓને કોઈ મચક ન આપી
- અખંડ ફાર્મમાં માતાપિતા પકડાયા હોય તેમના સંતાનો પણ ગ્રીન વુડ્સ બંગ્લોઝની પાર્ટીમાં પકડાયા
- દારૂ પાર્ટીમાં પકડાયેલા સૌમ્યા ભારંભે વડોદરાના પ્રખ્યાત બિલ્ડર સંજીવ ભારંભેની દીકરી છે
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં ફરી એકવાર હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પકડાઈ છે. અખંડ ફાર્મ બાદ ફરી એકવાર વડોદરા શહેરનું નામ દારૂની મહેફિલમાં ચર્ચાયું છે. વડોદરાના ન્યૂ અલકાપુરી ગ્રીન વુડ્સ બંગલામાં ચાલતી દારૂની મહેફિલ પર જ્યારે દરોડા પાડ્યા તો પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આલિશાન બંગલામાં બ્રાન્ડેડ કપડા પહેરીને વગદાર પરિવારોના નબીરા દારૂના નશામાં ગૂલ હતા. પોલીસને જોતા જ થોડો અફરાતફરીનો મહોલ સર્જાયો હતો. ત્યારે થોડા સમય બાદ તમામ દારૂ પીધેલા નબીરા પોલીસ સામે માથુ નીચુ કરીને ઉભેલા જોવા મળ્યા હતા. જોકે, હાઈપ્રોફાઈલ પરિવારોના આ નબીરાનો છોડાવવા તેમના વગદાર પરિવારોએ ભારે ધમપછાડા કર્યા હતા.
વગદાર પરિવારો સંતાનોને છોડાવવા દોડી આવ્યા
વડોદરામાં પકડાયેલા હાઈપ્રોફાઈલ દારૂ મહેફિલની વાત કરીએ તો, તમામ યુવક-યુવતીઓ વડોદરાના નામાંકિત પરિવારોમાંથી આવે છે. પરિવારની છબી ન બગડે તે માટે આ વગદાર પરિવારોએ પોતાના સંતાનોને છોડાવવા અને પોતાનું નામ મીડિયામાં ન ઉછળે તે માટે ભારે ધમપછાડા કર્યા હતા. અખંડ ફાર્મમાં પકડાયેલી દારૂની મહેફિલ જે રીતે આખા ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી, તેનું પુનરાવર્તન ન થાય તે માટે વગદાર પરિવારોએ પોતાની તમામ પ્રકારની પહોંચનો ઉપયોગ કર્યો હતો.
આ પણ વાંચો : મહિલા દિનને પૂર્વે યુવતિઓએ માણી મહેફિલ, હાઇ પ્રોફાઇલ Liquor Party માં 10 નબીરાઓની ધરપકડ
સંતાનોને છોડાવવા પોલીસ પર રાજકીય દબાણ પણ વાપર્યું
ગ્રીન વુડસ બંગલોઝમા રહેતા રાજ પંજાબીના જન્મદિવસ નિમિત્તે દારૂની મહેફિલ યોજાઈ હતી. જેમાં સંતાનો પકડાતા જ માતાપિતા પોલીસ સ્ટેશનમાં દોડી ગયા હતા. 12 યુવતીઓ અને 10 યુવકો મહેફિલ માણતા ઝડપાયા છે. આમ, કુલ 22 ખાનદાની નબીરાઓની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ, ગત રાત્રિએ વગદારોએ સંતાનોને છોડાવવા ધમપછાડા કર્યા હતા. તમામ વગદાર પરિવારોમાંથી આવતા માતાપિતા તેમના સંતાનોને છોડાવવા પોલીસ પર રાજકીય દબાણ કરી રહ્યા હતા. તો સાથે જ મોટા ઉદ્યોગપતિઓએ રૂપિયાની લેતીદેતીની પણ વાતો કરી હતી. તો સાથે જ મામલો પતાવી દેવા અને રફેદફે કરવા પણ માંગણી કરી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સામે તેમના સંતાનોને છોડી દેવા માતાપિતા દ્વારા તમામ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું હતું. જોકે, લક્ષ્મીપુરા પોલીસે ઉદ્યોગપતિઓને કોઈ પ્રકારની મચક ન આપી કેસ નોંધ્યો હતો. જોકે, તમામ યુવક-યુવતીઓનો જામીન પર છુટકારો થયો હતો.
વડોદરા આપઘાત કેસમાં જ્યોતિષીઓના નામ ઉઘાડા પાડનાર ભાવિન સોનીનું પણ મોત, હવે માત્ર વહુ બચી
ખેરા પરિવારનું નામ બીજીવાર દારૂ મહેફિલમાં આવ્યું
વડોદરાના અખંડ ફાર્મનું નામ અગાઉ જ દારૂની મહેફિલમાં ચર્ચાઈ ચૂક્યું છે. અખંડ ફાર્મમાં માતાપિતા પકડાયા હોય તેમના સંતાનો પણ ગ્રીન વુડ્સ બંગ્લોઝની પાર્ટીમાં પકડાયા છે. જેમ કે, સાનિયા ખેરા નામની યુવતી આ હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટીમાં પકડાયા છે. તેના પિતા સમીર ખેરા અગાઉ અખંડ ફાર્મની દારૂની મહેફિલમાં પકડાયા હતા. તો બીજી તરફ, સૌમ્યા ભારંભે પણ વડોદરાના પ્રખ્યાત બિલ્ડર સંજીવ ભારંભેની દીકરી છે. આ તમામ વગદાર લોકો પોતાના સંતાનો માટે પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા.
આ પણ વાંચો : કોણ છે રાજુ ભાયાણી, જેમના પીએમ મોદીએ જનઔષધિ કાર્યક્રમમાં બે મોઢે વખાણ કર્યાં
કોણ કોણ પકડાયું
મહેફિલમાં શાલીન શર્મા, માલવેગ પ્રજાપતિ, વત્સલા શાહ, રોહિન પટેલ, ધ્રુવિલ પરમાર, આદિત્યસિંહ પરમાર, વ્રજ કુમાર શેઠ, મારૂફ કાદરી અને વરૂણ અમીન હાજર હતા. તો યુવતીઓમાં કેયા શાહ, સાનિયા સમીર ખેરા, લાવણ્યા તલાટી, આશના શાહ, સોમ્યા સંજીવ ભારંભે, રેહાના આહુજા, પ્રીત ચોક્સી, નિહારિકા શાહ, ઋતિકા ગુપ્તા, આયુષી શાહ, શોભા દવે, આકાંક્ષા રાવ અને ત્રિશા પટેલ પકડાઈ હતી.
પોલીસે 10 યુવકો સામે ગુનો નોંધ્યો છે. તો સાથે જ 5 કાર અને 1 વિદેશી દારૂની બોટલ પોલીસે જપ્ત કરી છે. 13 યુવતીઓ સામે પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે તમામ યુવતીઓના બ્લડ સેમ્પલ લીધા છે. રિપોર્ટ આવ્યા બાદ પોલીસ યુવતીઓ સામે ગુનો દાખલ કરાશે.