કાળનો કોળિયો બની ગયો છે વડોદરાનો ગુમશુદા પરિવાર, રૂવાંડાં ઉભા કરી દેતો ઘટનાક્રમ
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે ગયા બાદ લાપતા થયેલા વડોદરાના પરિવારના સભ્યોના મૃતદેહો ચાર દિવસ બાદ ડભોઇના તેન તળાવ ગામ પાસે નર્મદા કેનાલમાંથી મળ્યા છે.
રવિ અગ્રવાલ, વડોદરા : સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે ગયા બાદ લાપતા થયેલા વડોદરાના પરિવારના સભ્યોના મૃતદેહો ચાર દિવસ બાદ ડભોઇના તેન તળાવ ગામ પાસે નર્મદા કેનાલમાંથી મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે વડોદરાના નવાપુરાના વેપારી કલ્પેશ પરમાર પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા. પરંતુ તે દિવસથી જ આખો પરિવાર લાપતા થયો હતો. કેનાલમાંથી ડૂબેલી હાલતમાં કાર જોવા મળતા પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી. ફાયર બ્રિગેડે કારને બહાર કાઢતા પરિવારના તમામ પરિવારજનોના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, કેનાલમાંથી જે રીતે કાર અને તેની અંદરથી મૃતદેહો મળ્યા છે તેને જોતાં રાત્રિના અંધકારમાં કાર ચલાવવાનું જજમેન્ટ લેવામાં ભૂલ થવાથી કલ્પેશભાઈની કાર કેનાલમાં ખાબકી હોઈ શકે છે. જો કે, આ મામલે હજી તપાસ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ સાચા કારણો જાણી શકાશે.
સિંહ કે શિયાળ ? : કેવું હતું ધોરણ 10ની પરીક્ષાનું પ્રથમ પેપર? જાણવા માટે કરો ક્લિક..
આ ઘટનાની વિગતો જોઈએ તો વડોદરાના નવાપુરા વિસ્તારમા રહેતો પરમાર પરીવાર 1 માર્ચના રવિવારના દિવસે કેવાડીયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) નિહાળવા ગયો હતો. એ બાદ ચાર દિવસથી આખો પરિવાર ગુમ (family missing) થતા પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. વડોદરાના નવાપુરા વિસ્તારના એસઆરપી ગ્રાઉન્ડ પાસે રહેતા કલ્પેશ પરમાર પોતાની પત્ની તૃપ્તિ પરમાર, માતા ઉષા પરમાર, 9 વર્ષના દીકરા અને 7 વર્ષની દીકરી સાથે પોતાની કારમાં કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નીહાળવા ગત તારીખ 1 માર્ચ ના રોજ ગયા હતા. સાંજે પોતાના ફેસબુક ઉપર સ્ટેટચ્યું ઓફ યુનિટીના ફોટા અપલોર કર્યા બાદ તેઓ વડોદરા જવા પરત નીકળ્યા હતા. ઘણો સમય વીતી જવા છતાં તેઓ પોતાના ઘરે ન આવતા એમના અન્ય પરિવારજનો એમની શોધખોળ શરૂ કરી હતી.
ભાવનગરના ખેડૂતે પોતાનું ખેતર ખુલ્લું મુકી દીધું પશુઓને ચરવા માટે ! કારણ છે દિલ ચીરી નાખે એવું
કલ્પેશભાઈના પરિવારની ભાળ ન મળતા અન્ય પરિવારજનોએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં પણ જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના પગલે કેવડીયા પોલીસને સાથે રાખીને નવાપુરા પોલીસે cctv કેમરા ચેક કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. આ મામલામાં કલ્પેશભાઈના પરિવારજનોએ વહેલામાં વહેલી તકે કલ્પેશભાઈ તેમજ તેમના પરિવારજનોને પરત લાવવા અપીલ કરી રહ્યાં હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube