VADODARA: 1 રૂપિયાનાં ખર્ચે આ લૂંટારૂઓ કરતા લાખો રૂપિયાની લૂંટ, વાંચીને આશ્ચર્યથી આંખો થઇ જશે પહોળી
ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્યમાંથી પસાર થતી ટ્રેનને ફક્ત એક રૂપિયાના સિક્કાની મદદથી રોકીને ટ્રેનમાં લૂંટ ચલાવતી અને 13 લૂંટોને અંજામ આપનાર આંતરરાજ્ય ટોહાના ગેંગને હરિયાણાથી ઝડપી પાડવામાં આવ્યા હતા. વડોદરા રેલવે પોલિસને સફળતા મળી છે. જો કે આરોપીઓ એવું તો શું કરતા કે પૂર ઝડપે દોડતી ટ્રેન રોકાઈ જતી અને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવતો હતો.
હાર્દિક દીક્ષિત/વડોદરા : ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્યમાંથી પસાર થતી ટ્રેનને ફક્ત એક રૂપિયાના સિક્કાની મદદથી રોકીને ટ્રેનમાં લૂંટ ચલાવતી અને 13 લૂંટોને અંજામ આપનાર આંતરરાજ્ય ટોહાના ગેંગને હરિયાણાથી ઝડપી પાડવામાં આવ્યા હતા. વડોદરા રેલવે પોલિસને સફળતા મળી છે. જો કે આરોપીઓ એવું તો શું કરતા કે પૂર ઝડપે દોડતી ટ્રેન રોકાઈ જતી અને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવતો હતો.
GUJARAT: શાળાઓ ખોલવા અંગે શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત, આ દિવસે મળી જશે તમામ સવાલોનાં જવાબ
હરિયાણાના ટોહાના જિલ્લાના આંતર રાજ્ય ટોહાના ગેંગના ઝડપાયેલા આ ચાર આરોપીઓ ફક્ત એક રૂપિયાથી જ દેશના ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યોમાંથી પસાર થતી ટ્રેનોને સુમસામ વિસ્તારોમાં લોન્ગ ડિસ્ટન્સ અને દક્ષિણ ભારત સુધી જતી ટ્રેનોને નિશાન બનાવતા હતા. દરેક રેલવે ક્રોસિંગ પર આવેલા ટ્રેક્સ પર બેરિકેડ હોય છે. અહીંયા લોખંડનો સળિયો અથવા 1 રૂપિયાનો અથવા 5 રૂપિયાનો સિક્કો નાંખવામાં આવે તો સિગ્નલ RED થઈ જાય છે.
મધરાત્રીએ યુવકને 15 થી વધુ છરીના ઘા ઝીંકી હત્યારાઓએ કર્યા મેલડી માતાના દર્શન, હત્યા પાછળ હતું આ કારણ
હાઈવે નજીક જ્યાં રેલવે ક્રોસિંગ પર ગાર્ડ અથવા કર્મચારી હોતા નથી, ત્યાં આરોપીની ગેંગ પહોંચી જાય છે. ત્યારપછી રેડ સિગ્નલ કરીને ગાડીને રોકે છે. રેલ્વે સ્ટેશનના પહેલા ટ્રેક પર એક સર્કિટ હોય છે જેને ટ્રેક સર્કિટ કહેવાય છે. જો ટ્રેક સેફ હોય તો સિગ્નલ ગ્રીન થઈ જાય છે અને જો ફોલ્ટ હશે તો રેડ થઈ જાય છે. જો સિગ્નલ રેડ થાય તો ડ્રાઇવર તાત્કાલિક ટ્રેન રોકી દે છે. આ ઘટના પછી ફરીથી ટ્રેનની સફર ચાલુ કરવા માટે 15થી 20 મિનિટનો સમય લાગે છે. જ્યાં સુધી સિગ્નલ ગ્રીન ના થાય ત્યાં સુધીમાં તો આ ગેંગ લૂંટફાટ કરીને ફરાર થઈ જાય છે. આવી જ રીતે ભરૂચ રેલવે સ્ટેશને લૂંટ ની ફરિયાદ નોંધાતા વડોદરા રેલવે એલ.સી.બી.તપાસનો ધમધમાટ શરૂ કર્યો.
ગુજરાતમાં બનેલી ઈન્વેસ્ટીગેટિવ વાન દેશભરમાં ગુનાઓના ભેદ ખોલશે
લૂંટના સમય બાદ ટોલનાકા પાસેથી સીસીટીવીમાં હરિયાણા પાર્સિંગની કારમાં શંકાસ્પદ લોકો દેખાતા પોલીસે ફાસ્ટેગના માધ્યમથી રેલવે પોલીસે એ વ્યક્તિનો મોબાઇલ નંબર ટ્રેક કર્યો. જે નંબર પર ફાસ્ટેગ રજિસ્ટર્ડ હતું. બાદમાં ટેક્નિકલ અને હ્યુમન સોરસીસના આધારે પોલીસે ટોહાના ગેંગના સૂત્રધાર રાહુલ ઘારા, દીપક, છોટુ દલાવારા, સન્ની ઉફે સોની ફુલ્લાની ધરપકડ કરી છે. જે પૈકીનો આરોપી રાહુલ ધારાના પિતા અગાઉ રેલવેમાં સફાઈ કર્મી હતા. જેથી તે રેલવેના પાટાઓ અને અન્ય ટેક્નિકલ જ્ઞાન ધરાવતો હતો. જેનો ઉપયોગ લૂંટ કરવામાં વપરાતો હતો. પોલીસે 13 લૂંટને અંજામ કરી ભેગા કરેલા 13,87,000 ના સોના ચાંદીના દાગીના અને રોકડનો મુદ્દામાલ કબજે કરી ચારેય આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જેમાં વધુ વિગતો બહાર આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube