હાર્દિક દિક્ષિત, વડોદરા: વડોદરા (Vadodara) શહેરનો એક એવો રીક્ષા વાળો કે જે નાગરિકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી વધુ પૈસા વસુલવાના બદલે નિઃસ્વાર્થ ભાવે અનોખી સેવા કરી રહ્યો છે. નાગરિકોને મદદરૂપ થવા રીક્ષા ને મીની એમ્બ્યુલન્સ બનાવી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા (Vadodara)  શહેરમાં એક બાજુ કોરોનાનું સંક્રમણ વધતું જાય છે ત્યારે દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે એવા સમય માં ગંભીર પ્રકાર ના દર્દીઓ એ હોસ્પિટલમાં દાખલ થવા માટે ખાનગી વાહન કાતો એમ્બ્યુલન્સ નો સહારો લેવો પડતો હોય છે. હાલની સ્થિતિ તેમજ કોરોનાની દહેશત જોતા કેટલાક કિસ્સામાં નાગરિકો પોતાના ઘર કે સોસાયટીમાં એમ્બ્યુલન્સને બોલાવવાનું ટાળતા હોય છે.

તોક્તે વાવઝોડાની અસર: વડોદરામાં સાંજે ભારે પવન ફૂંકાશે, ફાયર સહિતની ટીમો એલર્ટ મોડ પર


તેવામાં વડોદરા (Vadodara) શહેરના એક રિક્ષાચાલકે કોરોના દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવાની સેવા શરૂ કરી છે. રિક્ષામાં ઓક્સિજનથી લઈને તમામ સુવિધાઓ સાથે રીક્ષા ચાલક દ્વારા નિશુલ્કમાં દર્દીઓને હોસ્પીટલ સુધી પહોંચાડવામાં આવે છે. રીક્ષા ચાલકો દ્વારા દર્દીઓ જોડે હોસ્પિટલ પહોંચાડવાના ભાડામાં લૂંટ ચલાવવામાં આવતા આ રીક્ષા ચાલક દર્દીઓના વ્હારે આવ્યો છે.


વડોદરા (Vadodara) શહેરમાં રહેતા શેખ ફરીદ હુસેન છેલ્લા ઘણા વર્ષોથી રીક્ષાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઝી મીડિયા સાથેની વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે તેમના જીવનના આટલા વર્ષોમાં તેમને આવી ખૌફનાક મહામારી ક્યારેય જોઈ નથી. આ સમય નાતજાતના ભેદભાવ ભૂલીને એકબીજાને મદદ કરવાનો સમય છે.

આટલી સ્પીડે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તૌક્તે, સીએમએ કહ્યું, વાવાઝોડું બદલી શકે છે દિશા


હાલ કોરોનાની મહામારી (Coronavirus) માં અસંખ્ય દર્દીઓને તેમને આમતેમ ભટકતા જોયા છે. ત્યારે તેઓએ આ સમાજ ને મદદ રૂપ થવા માટે અનોખી સેવા શરૂ કરી છે. શેખ ફરીદ હુસેને અનોખું સેવા કાર્ય હાથ ધર્યું છે. આમ તો મોટાભાગ ના કિસ્સાઓમાં એક રીક્ષા ચાલક આર્થિક રીતે સદ્ધર તો ન જ હોય પરંતુ શહેરનો આ રીક્ષા ચાલક પોતાની રિક્ષામાં ઓક્સિજન સિલિન્ડર સહિત એક દર્દી ને પ્રાથમિક સારવારમાં જોઈએ એટલી સુવિધા ઉભી કરીને એક પણ રૂપિયો લીધા વગર દર્દીને ઘરેથી હોસ્પિટલમાં તેમજ હોસ્પિટલમાંથી સજા થયેલા દર્દીને તેમના ઘરે પહોંચાડવાની અનોખુ સેવાકાર્ય હાથ ધર્યું છે. ત્યારે આઘાતને પૈસા કમાવાના અવસરમાં ફેરવી દર્દીઓ પાસે ઉઘાડી લૂંટ ચલાવનાર લોકો માટે શહેરનો આ રીક્ષા ચાલક પ્રેરણાદાયી સાબિત થઈ રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube