Vadodara News : સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર અસંસ્કારી હરકત થઈ છે. નવરાત્રિના બીજા નોરતે વડોદરાના ભાયલીમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. કેટલાક નરાધમો દ્વારા અવાવરૂ જગ્યાએ લઈ જઈ સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. સગીરાની માતાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રવારે રાત્રે નવરાત્રિના બીજા નોરતે સગીરા પર દુષ્કર્મની ઘટના બની હતી. આ વિશે માહિતી આપતા જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું કે, સગીર પીડિતા પોતાના મિત્રને રાત્રે 11.30 વાગે મળી હતી. સગીરા મિત્રની સ્કૂટી પર બેસી ભાયલી ગઈ હતી. રાત્રે 12 વાગે બે બાઈક પર સવાર 5 લોકોએ તેમને જોયા હતા. તે સમયે પીડિતા અને તેના મિત્ર સાથે માથાકૂટ કરી હતી. આ દરમિયાન 5 માંથી 2 વ્યક્તિ નીકળી ગયા હતા. પરંતું 2 યુવકોએ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. 1 યુવકે પીડીતાના મિત્રને પકડી રાખી.


ઓ બાપ રે... ગુજરાત તરફ આવી રહ્યું છે સૌથી મોટું વાવાઝોડું, અંબાલાલે કરી આગાહી


સગીરા પર ગેંગરેપ થયાની જિલ્લા પોલીસ વડાએ પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, હાલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ગઈ. આરોપીએ 30થી 35 વર્ષના હોવાનું પોલીસનું અનુમાન છે. સગીર પીડિતા પરપ્રાંતીય છે. આ ઘટના ગંભીર છે. સમગ્ર જિલ્લા પોલીસની સાથે શહેર પોલીસ તપાસમાં જોડાઈ છે. પીડિતા ગરબા રમવા નથી ન હતી. તે નોર્મલ ડ્રેસમાં હતી, ચણિયાચોળીમાં નહોતી. પોલીસ માટે ખુબ ચેલેન્જિંગ કેસ છે. 


આ નવરાત્રિ નહીં, લવરાત્રિ છે, અંગપ્રદર્શન થાય છે... સ્વામીનારાયણ સ્વામીનુ નિવેદન