રવિ અગ્રવાલ, વડોદરા: શહેરનો જોષી પરિવાર છેલ્લા કેટલાક દિવસથી રહસ્યમય રીતે ગૂમ થતા હડકંપ મચ્યો છે. જોષી પરિવારના 4 સભ્યો ગૂમ થયા છે. આખો પરિવાર ગૂમ થઈ જતા સંબંધીઓ ચિંતિત છે અને પોલીસ પણ આ પરિવારને શોધવા માટે આકાશ પાતાળ એક કરી રહી છે. આ મામલે એક મહત્વના સમાચાર આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરિવારને શોધવા માટે પોલીસ સીટીટીવી ફૂટેજ પણ ફંફોળી રહી છે. આ જ કડીમાં પોલીસે હાઈવે પરના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા જેમાં એક સીસીટીવી ફૂટેજમાં આ પરિવાર ઈકો ગાડીમાં બેસીને અમદાવાદ તરફ જતો જોવા મળ્યો છે. પોલીસે મોબાઈલ ફોનના ડેટા પણ રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. ઘરમાંથી મળેલા પત્રમાં લખેલા ચાર નામ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. આ તપાસમાં નીરવ અને રાહુલ ભુવા હોટલ દ્વારકેશમાં કામ કરતા હોવાનું બહાર આવ્યું છે. જ્યારે અલ્પેશ મેવાડા અને બીટ્ટુભાઈ લોન આપવાનું કામ કરતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. 


શું છે મામલો? 
અત્રે જણાવવાનું કે ડભોઇના વતની અને વર્ષો પૂર્વે વડોદરી ભાગોળ વિસ્તારમાં રહેતા અને હાલ વડોદરાના કપૂરઈ ચોકડી ખાતે આવેલ કાન્હા આઇકોનના ઈ ટાવરના 303 નંબરના ફ્લેટમાં રહેતા રાહુલ જોષી, તેમની પત્ની નીતા જોષી, પુત્ર પાર્થ જોષી અને પુત્રી પરી જોષી 20 સપ્ટેમ્બરના રોજ પોતાના ઘરેથી અજાણ્યા કારણોસર નીકળી ગયા. પરિવાર ફ્લેટમાંથી નીકળતા સમયે સીસીટીવી ફૂટેજમાં પણ જોવા મળ્યો હતો. પરિવારનો કોઈ પત્તો ન લાગતાં ગુમ  થયેલા રાહુલ જોષીના ડભોઇમાં રહેતા મોટાભાઈ પ્રણવ જોષીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જેના આધારે પોલીસે ગુમ થનાર પરિવારની તપાસ શરૂ કરી છે. ગુમ થનાર રાહુલનાભાઈ પ્રણવ જોષીએ કહ્યું કે, મારા ભાઈનો પરિવાર આર્થિક સંકડામણમાં મૂકાયો છે, જેને લઈ ઘરેથી ચાલ્યા ગયા હોવાની શક્યતા છે. રાહુલના પિતરાઈભાઈ અને રાહુલની પત્ની નીતાબેનના ભાઈએ પરિવારને ઘરે પરત ફરવા આજીજી કરી છે, સાથે જ કોઈ પણ સમસ્યા હશે તો પરિવાર મદદરૂપ થશે તેવી ખાતરી પણ આપી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube