• વિવાદિત ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અવારનવાર મીડિયા સામે બેફામ નિવેદનબાજી કરતા રહે છે

  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    તેઓએ કહ્યું કે, ગુનેગાર તો ગુનો કરે જ, મે અધિકારીને પણ માર્યો છે, એમાં કોઈ શંકા નથી.


હાર્દિક દિક્ષીત/વડોદરા :વડોદરાના વિવાદિત ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (Madhu Srivastava) ફરી વિવાદમાં આવ્યા છે. ફરીથી તેઓએ મીડિયા સમક્ષ બેફામ નિવેદનબાજી કરી છે. તેઓ સરકારની માર્ગદર્શિકાની અવગણના કરી હતી. તેઓએ કહ્યું કે, મંદિરમાં માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ એવો કોઈ કાયદો નથી. માસ્ક પહેરવાનો ઉલ્લેખ સનાતન ધર્મમાં ક્યાંય નથી. મધુ શ્રીવાસ્તવ સામે ફરિયાદ કરનાર હજી સુધી પેદા નથી થયો. ગુનેગાર તો ગુનો કરે જ, મે અધિકારીને પણ માર્યો છે, એમાં કોઈ શંકા નથી.


આ પણ વાંચો : 125 વર્ષમાં પહેલીવાર રાજકોટની ગરુડ ગરબીની પરંપરા તૂટશે, જ્યાં બાળાઓને બીમારી થતી નથી તેવી માન્યતા છે  


કોરોનાગ્રસ્ત બન્યા હતા મધુ શ્રીવાસ્તવ
ભાજપનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને તાજેતરમાં કોરોના થયો હતો. વાઘોડિયાનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. જેથી તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારે હવે તો તેઓ રિકવર થઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ તરત જ આ વિવાદિત ધારાસભ્યએ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા હતા. જેનો પુરાવો આપતો વીડિયો પણ સામે આવ્યો હતો. 


આ પણ વાંચો : કરોડપતિથી રોડપતિ બન્યા અનિલ અંબાણી, પત્નીના ઘરેણા વેચીને વકીલની ફી આપી


ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો 
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું કોરોના સામે પણ શક્તિ પ્રદર્શન સામે આવ્યું હતું. બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવનો ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ ટોળાની વચ્ચે ઉભા રહીને ડાન્સ કરી રહ્યાં હતા. આ વીડિયો 19 સપ્ટેમ્બરનો હતો. હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ તેઓએ એક ભજન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સમેય ધારાસભ્ય ભાન ભૂલી ડાન્સ કરવા લાગ્યા હતા. એટલુ જ નહિ, તેઓ માસ્ક પહેર્યા વગર ટોળામાં ઝૂમ્યા હતા. તેમના સમર્થકો પણ માસ્ક વગર ધારાસભ્ય સાથે ઝૂમ્યા હતા. 


આ પણ વાંચો : અમદાવાદ-ઉદેપુર હાઇવે 36 કલાકથી બ્લોક, ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર સુરક્ષા વધારાઈ


વિડિયો સોશિયલ મીડિયામાં વાયલ થયેલા વીડિયો મામલે મધુ શ્રીવાસ્તવે સ્પષ્ટતા કરીને કહ્યું હતું કે, મારા ઘરની પાસે આવેલું હનુમાનજીનું મંદિર મેં બનાવડાવ્યુ છે. તેથી ઘરના મંદિરમાં માસ્ક પહેરવાની જરૂર રહેતી નથી. દર શનિવારે હું હનુમાન ચાલીસાના પાઠ કરું છું.