રવિ અગ્રવાલ/વડોદરા: MS યુનિવર્સિટી એટલે વિવાદનું બીજું નામ... આ એટલા માટે કહેવાય છે કે એવો એક પણ દિવસ નથી હોતો જ્યારે યુનિવર્સિટી કોઈ કારણોસર ચર્ચામાં ન હોય. શિક્ષણની પ્રવૃતિ કરતાં વિરોધ કે વિવાદના કારણે યુનિવર્સિટી સૌથી વધુ ચર્ચામાં રહે છે. હાલમાં નવા વાઈસ ચાન્સેલર વિજય કુમાર શ્રીવાસ્તવે જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારથી શહેરની પ્રતિષ્ઠિત એમ.એસ યુનિ. વિવાદનું ઘર બની ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સારા પગારની નોકરી છોડીને આ ખેડૂતે શરૂ કરી બાજરીની ખેતી, મોદી પણ કરી ચૂક્યા છે વખાણ


નેકની A+ ગ્રેડ ધરાવતી MS યુનિ.ના સત્તાધીશોના કારસ્તાનથી યુનિવર્સિટી વિવાદમાં આવી ગઈ છે. વાઈસ ચાન્સેલરને ફોટાનો એટલો મોહ છે કે તેમણે યુનિવર્સિટીની ડાયરીમાં સ્થાપક મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડ અને સયાજીરાવ ગાયકવાડ કરતાં પોતાના વધુ ફોટો મૂકાવ્યા છે. જ્યારે પૂર્વેના 17 વાઈસ ચાન્સેલરોના ફોટોની બાદબાકી કરી છે. 


BREAKING NEWS: મોરબી પુલ દુર્ઘટનામાં જયસુખ પટેલ કોર્ટમાં હાજર


આટલું ઓછું હોય તેમ ડાયરીમાંથી રાષ્ટ્રીય ગીત વંદે માતરમની બાદબાકી કરી છે. જેના કારણે યુનિવર્સિટી વિવાદના વમળમાં ફસાઈ ગઈ છે.


શું છે MS યુનિવર્સિટીનો કેલેન્ડર વિવાદ?
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દર વર્ષે કેલેન્ડર પ્રસિદ્ધ કરે છે. અને આ કેલેન્ડરમાં મહારાજા સયાજીરાવની તસવીરો હોય છે. આ વર્ષોનો વણલખ્યો નિયમ હોય છે. પરંતુ આ વર્ષે આ કેલેન્ડરમાં મહારાજા સયાજીરાવની સાથે વાઈસ ચાન્સેલરની પણ તસવીર છે. 2023ના કેલેન્ડરમાં મહારાજા સયાજી રાવની તસવીર છે. જેની નીચે યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડની બાજુમાં વીસીનો ફોટો છે. જેને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વીસીએ પોતાને મહારાજા સયાજીરાવની સાથે જ દર્શાવતા વિવાદ વધુ વકરી શકે છે. જો કે આ મામલે વીસી વિજય શ્રીવાસ્તવે મૌન ધારણ કર્યું છે.


આસારામને મળી પાપની સજા : ગાંધીનગર સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી


આ પહેલી વાર નથી કે જ્યારે વડોદરાની એમએસ યુનિવર્સિટી વિવાદમાં આવી છે. તાજેતરમાં જ આ યુનિવર્સિટીમાં અસામાજિક તત્વોનો આતંક ચર્ચાનો વિષય બન્યો હતો. તો કેટલાક કોર્સના તો પરીક્ષાના પરિણામો પણ નથી આવ્યા. જેથી લોકમુખે એવી ચર્ચા છે કે યુનિવર્સિટીની વાઈસ ચાન્સેલરે આવી બાબતો પર સત્વરે ધ્યાન આપવું જોઈએ.